ન્યુઝીલેન્ડ માટે મોટો ફટકો : પહેલી બે વન ડેમાંથી કેપ્ટન જ આઉટ

ન્યુઝીલેડના પ્રવાસમાં ભારતીય ટીમે ટી-20 સિરીઝમાં 0-5થી ઐતિહાસિક જીત મેળવી તે પછી હવે જ્યારે બુધવારથી ત્રણ વન ડેની સીરિઝ શરૂ થઇ રહી છે ત્યારે ન્યૂઝીલેન્ડની ટીમ માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. ત્રીજી ટી-20માં ફિલ્ડીંગ દરમિયા ઘાયલ થયેલો ટીમનો ઇનફોર્મ બેટ્સમેન અને કેપ્ટન કેન વિલિયમસન શરૂઆતની બે વન-ડેમાંથી બહાર થઇ ગયો છે. ખભાની ઇજાનાં કારણે કીવી કેપ્ટન ચોથી અને પાંચમી ટી-20 મેચ પણ રમી શક્યો ન હતો.

તેના સ્થાને ન્યૂઝીલેન્ડ તરફથી બે વર્ષ પહેલા છેલ્લી વન-ડે રમનાર 22 વર્ષીય ચૈપમૈનને ટીમમાં વાપસીની તક મળી છે. તાજેતરમાં જ ઇન્ડિયા-એ વિરૂદ્ધ બિનસત્તાવાર વન-ડે સિરીઝ અને ટેસ્ટ સિરીઝમાં છટ્ઠા નંબર પર બેટિંગ કરતા તેણે સદી ફટકારી હતી. કેપ્ટન કેન વિલિયમસનની ગેરહાજરીમાં ટીમનું સુકાન યુવા વિકેટકીપર ટૉમ લાથમ સંભાળશે.

ટી-20 સિરીઝની ત્રીજી મેચમાં ડાઇવ લગવતા સમયે કેન વિલિયમસનને ખભામાં ઇજા થઇ હતી. તેના પછી સિરીઝની બાકી બચેલી બંને મેચોમાં તે રમ્યો નહોતો અને તેના સ્થાને ટીમનું સુકાન ટીમ સાઉદીએ સંભાળ્યું હતું. હવે આગામી રિપોર્ટ આવતા સુધી ટીમ મેનેજમેન્ટ વિલિયમસનને લઇ સાવચેતી રાખવા માંગે છે. ત્રીજી ટી-20માં શાનદાર ઇનિંગ રમનાર વિલિયમસનની ગેરહાજરી ન્યૂઝીલેન્ડની વન-ડે ટીમને નબળી પાડી દેશે.