WhatsAppમાં ડાર્ક મોડની એન્ટ્રી, જો કે હજુ પણ થોડી ખામી રહી ગઇ

લાંબી રાહ જોવડાવ્યા પછી આખરે હવે વોટ્સએપમાં ડાર્ક મોડની એન્ટ્રી થઇ ગઇ છે. કેટલાક યૂઝર્સે તેનો ઉપયોગ શરૂ પણ કરી દીધો છે. ઘણાં યૂઝર્સનો ડાર્ક મોડ ઘણું પસંદ પડ્યું છે, કારણકે તેમાં ચેટિંગ દરમિયાન તેમની આંખોને કોઇ સમસ્યા નથી થતી. પહેલા બ્રાઇટ ગ્રીન અને વાઇટ બ્રેકગ્રાઉન્ડને કારણે લાંબા ચેટિંગ દરમિયાન યૂઝર્સની આંખમા પીડા થવા માંડતી હતી. કંપનીએ ડાર્ક મોડની સાથે એ સમસ્યા દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. તેનો બીજો એક ફાયદો છે કે ફોનની બેટરી ઓછી યૂઝ થાય છે.

નવા ડાર્ક મોડ બાબતે કેટલાક યૂઝર્સે એવી ફરિયાદ કરી હતી કે તે એટલું ડાર્ક નથી જેટલી આશા હતી. ટેક રડારના એક અહેવાલ પ્રમાણે વોટ્સએપનું મુખ્ય બેકગ્રાઉન્ડ બ્લેક હોવાને બદલે ડાર્ક ગ્રીનીશ ગ્રે થીમનું છે. કેટલાક સ્માર્ટફોન માટે તે યોગ્ય છે, પણ અમોલેડ સ્ક્રીન વાળા સ્માર્ટફોનમાં તે બ્લેક હોવું જોઇએ, કારણકે આવી સ્ક્રીન સંપૂર્ણ બ્લેક થાય તો પિક્સલ સ્વિચ ઓફ થઇ જાય છે અને તે ફોનની બેટરીને ડ્રેન થવા દેતા નથી.

સંપૂર્ણ બ્લેક બેકગ્રાઉન્ડ હોવાને કારણે તમે તમારા મનગમતા વોલપેપર વોટ્સએપ ચેટમાં સેટ નહીં કરી શકો. જો કે ડાર્ક મોડની મજા માણવા માટે તમારે તેની સાથે થોડું એડજસ્ટ પણ કરવું પડશે.જો તમે એપના વોલપેપર સેટિંગમાં જઇને ડાર્ક સોલિડ પસંદ કરો છો તો તે પણ તમને સંપૂર્ણ બ્લેક નહીં મળે. એ સ્થિતિમાં તમને જો સંપૂર્ણ બ્લેક બેકગ્રાઉન્ડ જોઇતું હોય તો તમારે બ્લેક ઇમેજ ક્રિએટ કરીને તેને વોલપેપર તરીકે સેટ કરવી પડશે. કેટલાક યૂઝર્સને તે થોડું બોરિંગ પણ લાગી શકે છે.

તેમાં ટેક્સ્ટની વાત કરીએ તો તે વ્હાઇટ રહે છે, જેને કારણે આંખને સમસ્યા તો થાય જ છે. તે થોડું ગ્રે થીમ પર હોત તો વધુ સારું રહ્યું હોત. વાઇટ ટેક્સ્ટથી હાલ તો સ્ક્રીનની બ્રાઇટનેસ અને કોનાટ્રાસ્ટને ઓછા કરીને કામ ચલાવી શકાય છે. લાઇટ મોડમાં સ્પીચ બબલ સરળતાથી જોઇ શકાય છે જેનાથી ચેટિંગમાં સહુલિયત રહે છે.