પાકિસ્તાની ક્રિકેટર ઉમર અકમલે જ્યારે ટ્રેનરની સામે કપડાં ઉતારી નાંખ્યા

ઇન્ટરનેશનલ ટીમમાં સ્થાન મેળવવા માટે ઝઝમી રહેલા પાકિસ્તાનના સ્ટાર વિકેટકીપર ઉમર અકમલ પર ગંભીર આરોપ મુક્યો છે, અહેવાલો અનુસાર ઉમરે નેશનલ ક્રિકેટ એકેડમીમાં લેવાયેલા તેના ફિટનેસ ટેસ્ટમાં ફેલ થયાં પછી કંઇક એવું કર્યું કે જેના કારણે તેને ગંભીર નુકસાન સહન કરવું પડી શકે છે. અહેવાલ અનુસાર ફિટનેસ ટેસ્ટ દરમિયાન ઉમર અકમલના શરીરની ફેટ માપવામાં આવી હતી, જેમાં તે ફેલ ગયો હતો. આ વાતથી ભડકેલા ઉમરે ટ્રેનરની સામે જ પોતાના કપડાં ઉતારી નાંખ્યા હતા.

કપડાં ઉતારીને તે અટક્યો નહોતો અને ટ્રેનર સાથે ગેરવર્તન પણ કર્યું હતું. તેણે કપડાં ઉતારીને ટ્રેનર પર બરાડા પાડીને કહ્યું હતું કે જણાવો ફેટ ક્યાં છે? ફિટનેસ લેનારી ટીમે તેના આ ગેરવર્તનની ફરિયાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ને કરી દીધી છે. એવું માનવામાં આવે છે કે તેના આ ગેરવર્તનને કારણે ઉમર પર પ્રતિબંધ મુકી શકાય તેમ છે અને આગામી ડોમેસ્ટિક સિઝનમાંથી પણ તેને બહાર રાખવામાં આવી શકે છે.