શાહરૂખ ખાન સાથે જોડાયેલી કંપની વિરુદ્વ ઈડીની મોટી કાર્યવાહી, 70 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી

ઇડીએ  નિવેદનમાં જણાવ્યું છે કે રોઝ વેલી ગ્રુપ અને તેની અન્ય કંપનીઓને મળેલા નાણાંના સંબંધમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. ઇડીએ જણાવ્યું હતું કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓ સાથે જોડાયેલા 70.11 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ રોઝ વેલી પોંઝી સ્કીમ કેસમાં અભિનેતા શાહરૂખ ખાનની આઈપીએલ ટીમ સાથે જોડાયેલી કંપની સહિત ત્રણ કંપનીઓની 70 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. આ માહિતી આપતાં ઇડીના અધિકારીએ જણાવ્યું હતું કે, મની લોન્ડરિંગ કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. રોઝ વેલી કેસમાં ઇડી દ્વારા કોલકાતા અને ભુવનેશ્વરમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.