સાંપના દરમાં નાંખ્યું કોલ્ડ્રીંક્સ તો એટલા બધા સાંપ નીકળ્યા કે તેને જોઈને ચોંકી જશો

કેટલીકવાર એવા વીડિયો સામે આવે છે કે જેમાં સાપ અથવા અન્ય પ્રાણીઓ દેખાય છે, જેને જોઈને લોકોના રૂંવાટા ઉભા થઈ જાય છે. આવો જ એક વીડિયો યુ-ટ્યૂબ પરથી વાયરલ થયો છે, જેમાં સાપને તેના બીલમાંથી બહાર કાઢવાનો કિમીયો અજમાવવામાં આવ્યો છે.

ટેક્નિક ટૂલ્સ તરીકે ઓળખાતા આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે સાપના દરમાં પહેલા કોલ્ડડ્રિંકની આખી બોટલ રેડવામાં આવે છે  ત્યારબાદ કેટલાક કાચા ઇંડા પણ નાંખવામાં આવે છે.

દરમાં કેટલાક રસાયણો પણ ઢોળવામાં આવ્યા હતા, જેના કારણે ફીણ બની ગયું હતું. ફીણ બન્યા પછી તેમાં ફરીથી કેટલાક ઇંડા ઉમેરવામાં આવ્યા. પછી ધીરે ધીરે દરમાં હલચલ થવા લાગી અને જોત-જોતાંમાં દરમાંથી એક પછી એક  સાપ બહાર આવવા લાગ્યા. દરમાંથી પહેલો સાપ બહાર આવ્યો કે તરત જ માણસે તેને પકડી લે છે.

આ પછી દરમાંથી ઘણા સાપ બહાર આવ્યા અને એક પછી એક વ્યક્તિએ તેમને એકત્રિત કર્યા. આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેને લગભગ 25 લાખ લોકોએ યુટ્યુબ પર જોયો છે.