ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને 5-0થી ટી-20 સીરિઝ હરાવીને રચ્યો ઇતિહાસ

ન્યુઝીલેન્ડના પ્રવાસે ભારતીય ટીમ જ્યારે ગઇ ત્યારે ટી-20માં માત્ર એક મેચ જીતવાના ખરાબ રેકોર્ડ સાથે પહોંચી હતી, જો કે વિરાટ કોહલીની ટીમે માઉન્ટ મોનગુનાઇ મેદાન પર રમાયેલી અંતિમ ટી-20માં પણ વિજય મેળવીને ન્યુઝીલેન્ડને ટી-20 સીરિઝમાં 5-0થી વ્હાઇટવોશ કરીને ઇતિહાસ રચી દીધો હતો. ન્યુઝીલેન્ડ સામેની આ સીરિઝની અંતિમ ત્રણ મેચમાંથી બે મેચ તો ન્યુઝીલેન્ડ જીતવાની પોઝિશનમાં હતી અને તે મેચનો ટાઇ કરીને સુપર ઓવરમાં જીત્યા પછી અંતિમ ટી-20માં પણ વિજય મેળવતાની સાથે જ 5-0થી સીરિઝ જીતી લીધી હતી. સીરિઝ 5-0થી જીતનારી ભારતીય ટીમ વિશ્વની પહેલી ટીમ બની છે.

ભારતીય ટીમે રોહિત શર્માના 41 બોલમાં 60 રન ઉપરાંત કેએલ રાહુલના 33 બોલમાં 45 શ્રેય ઐય્યરના 31 બોલમાં 33 રનની મદદથી 20 ઓવરમાં 3 વિકેટના ભોગે 163 રન બનાવ્યા હતા વિજય માટે ભારતીય ટીમે મુકેલા 164 રનના લક્ષ્યાંકના જવાબમાં કિવી ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 156 રન બનાવતા 7 રને તેઓ હાર્યા હતા. આજની મેચમાં વિરાટ કોહલી રમ્યો નહોતો જ્યારે ન્યુઝીલેન્ડ તરફથી તેમનો કેપ્ટન કેન વિલિયમ્સન પણ રમ્યો નહોતો. આજના આ વિજયની સાથે ભારતીય ટીમે પહેલીવાર કિવી ટીમનો ટી-20 સીરિઝમાં 5-0થી વ્હાઇટવોશ કર્યો છે.