લગ્ન પછી જેટલા દિવસ હનીમૂનના હોય તેટલા દિવસમાં જ પતિથી અલગ થઇ પામેલા એન્ડરસન

હોલિવુડની પ્રસિદ્ધ એકટ્રેસ અને બેવોચ સીરિઝને કારણે દર્શકોના દિમાગ પર છવાઇ ગયેલી પામેલ એન્ડરસને કરેલા પાંચમા લગ્નનો 12 દિવસમાં જ અંત આવી ગયો હતો. સેક્સી બેવોચ બેબ તરીકે જાણીતી પામેલાએ 20મી જાન્યુઆરીએ પ્રોડ્યુસર જોન પીટર્સ સાથે લગ્ન કર્યા હતા. જે એક જમાનામાં હેરડ્રેસર રહી ચુક્યો છે.

આ લગ્ન એક ખુબજ અંગત સમારોહમાં થયા હતા. રસપ્રદ વાત એ છે કે પામેલાના આ પાંચમા લગ્ન હતા અને લગ્નના 12 દિવસમામ જ પામેલા અને જોને અલગ થવાનો નિર્ણય કરી લીધો છે.

 

View this post on Instagram

 

❤️

A post shared by The Pamela Anderson Foundation (@pamelaanderson) on

એક અહેવાલ અનુસાર માજી બેવોચ સ્ટાર પામેલા બ્રેક લેવા માગતી હતી અને તેથી તેણે જોન પીટર્સ સાથે 12 દિવસ પહેલા જ થયેલા લગ્નનો વિચ્છેદ કર્યો હતો.

 

View this post on Instagram

 

🇨🇦

A post shared by The Pamela Anderson Foundation (@pamelaanderson) on

પામેલાએ કહ્યું છે કે તેના અને જોનના યૂનિયનનો જે પ્રેમ મળ્યો તેનાથી તે ઘણી ખુશ છે, જો કે હવે એ બંનેએ તેમને બંનેને એકબીજા પાસેથી અને જીંદગી પાસે શું જોઇએ છે એ જાણવા માટે બ્રેક લીધો છે. તેમાં ચાહકોનો પુરો સપોર્ટ જોઇએ છે.