બજેટ 2020: ખેડુતો માટે 16 સૂત્રીય યોજનાની જાહેરાત, જાણો શું છે આમાં મહત્વનું

નવા દશકનું પ્રથમ બજેટને રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે અમારી સરકાર 2022 સુધીમાં ખેડુતોની આવકને બમણી કરવા માટે પ્રતિબદ્વ છે. ખેડુતો માટે નવા માર્કેટ ખોલાવાની જરૂરિયાત છે, આનાથી ખેડુતોની આવક ડબલ થઈ જશે. ખેડુતો માટે તેમણે 16 સૂત્રીય યોજનાની જાહેરાત કરી છે.

ખેડુતો માટેની 16 સૂત્રીય યોજના

 1. બજેટમાં ખેડુતો પર ફોક્સ કરી નાણામંત્રીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ખેડુતો માટે અનેક મોટી યોજના લાગુ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજવા હેઠળ કરોડો ખેડુતોને ફાયદો પહોંચાડવામાં આવી રહ્યો છે.
 2. એગ્રીકલ્ચર લેન્ડ લીંઝીંગ એક્ટ-2016, પ્રોડ્યુસ લાઈફ સ્ટોક એક્ટ-2017ને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવા માટેની જોગવાઈ
 3. પાણીની તંગીને ધ્યાનમાં રાખીને 100 જિલ્લામાં પાણીની વ્યવસ્થા કરવા માટે મોટી યોજના શરૂ કરાશે. જેથી કરીને ખેડુતોને પાણીની તકલીફ ન થાય.
 4. પીએમ કુસુમ સ્કીમ મારફત ખેડુતોના પંપને સોલાર પંપ સાથે જોડવામાં આવશે. આમાં 20 લાખ ખેડુતોને યોજના સાથે સાંકળી લેવામાં આવશે. આ ઉપરાંત 15 લાખ ખેડુતોને ગ્રીડ પંપરથી સોલાર પંપ સાથે જોડવામાં આવશે.
 5. પાક વધારવા માટે રાસાયણિક ખાદ્યના ઉપયોગમાં ઘટાડો કરવામાં આવશે. રાસાયણિક ખાદ્યને જરૂરિયાત મુજબ ઉપયોગમાં લેવા માટે જાગૃતિ અભિયાન ચલાવાશે.
 6. દેશમાં હાલમાં આવેલા વેરહાઉસ, કોલ્ડ સ્ટોરેજને નાબાર્ડ પોતાની હસ્તક લેશે અને નવેસરથી ડેવોલપ કરવામાં આવશે. દેશમાં અન્ય વેરહાઉસ અને કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં આવશે. આમાં પીપીપી મોડેલ અપનાવાશે.
 7. મહિલા ખેડુતો માટે ધન્ય લક્ષ્મી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં બિયારણ સાથે સંકળાયેલી યોજનામાં મહિલાઓને સાંકળી લેવામાં આવશે.
 8. દૂધ, માંસ, માછલી સહિતના જલ્દી ખરાબ થનારી વસ્તુઓને ખરાબ થતાં બચાવવા માટે એરકન્ડીશન્ડ  કિસાન રેલ કોચ બનાવવામાં આવશે.
 9. કૃષિ ઉડાન યોજના શરૂ કરાશે. ઈન્ટરનેશનલ, નેશનલ રૂટ પર આ યોજના શરૂ કરવામાં આવશે.
 10. બાગબાનીમાં સુધાર કરવામાં આવશે. ખેડુતો માટે જિલ્લા સ્તરે યોજના શરૂ કરાશે. બાગબાની ક્ષેત્રમાં 311 મિલિયન મેટ્રીક ટન ઉત્પાગન છે જેમાં વધુ વિકાસ કરવા માટે ઉત્પાદક્તા વધારવામાં આવશે.
 11. એકીકૃત કૃષિ પ્રણાલિ મધમાખી પાલન પર ભાર મૂકવામાં આવશે.
 12. કિસાન ક્રેડીટ કાર્ડ યોજનાને 2021 સુધી લંબવાવવામાં આવશે.
 13. દુધના ઉત્પાદનને બમણું કરવા માટે સરકાર દ્વારા યોજના શરૂ કરાશે. 2025 સુધી દૂધનું ઉત્પાદન બમણું કરવા(108 મિલિયન મેટ્રીક ટન) કરવાનું લક્ષ્ય છે.
 14. મનરેગામાં ચારાગરને સાંકળી લેવામાં આવશે.
 15. બ્લૂ ઈકોનોમી મારફત માછલી પાલનને વિકસિત કરવામાં આવશે. ફિશ પ્રોસેસિંગને પ્રોત્સાહન અપાશે.
 16. યુવા અને મત્સ્ય વિસ્તારમાં પણ કામ કરાશે. 3077 સાગર મિત્ર બનાવવામાં આવશે. કાંઠા વિસ્તારોમાં યુવાઓને રોજગાર મળશે. ખેડુતો માટેની સહાયને દિન દયાલ યોજના હેઠળ વધારવામાં આવશે. ઝીરો બજેટ નેચરલ ફાર્મીંગને પણ સક્ષમ બનાવવા ખેડુતોને પ્રેરિત કરવામાં આવશે.