શાહીન બાગ ફાયરીંગ: “ઈસ દેશ મેં સિર્ફ હિન્દુઓં ચલેગી, બંધ કરો પ્રદર્શન” કહીને કપિલે ધડાધડ ત્રણ ગોળી છોડી દીધી

જામીયામાં ફાયરીંગની ઘટનાને 48 ક્લાક વિત્યા નથી ત્યાં તો શાહનબાગમાં ફાયરીંગની ઘટના બની છે. આ ઘટનામાં કોઈને ઈજા કે નુકશાન થયું નથી. પોલીસે ફાયરીંગ કરનાર યુવાનને પકડી લીધો છે. આ યુવાન દિલ્હીનો રહીશ છે અને તેનું કપિલ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

પોલીસે કપિલને પકડી લીધા બાદ તેણે કહ્યું કે ઈસ દેશ મેં સિર્ફ હિન્દુઓ કી ચલેગી, ઔર કીસી કી નહીં ચલેગી. વિરોધ પ્રદર્શન બંધ કરો. કપિલ દિલ્હીના દલ્લપુરાનો રહીશ છે.

ફાયરીંગ કરનાર યુવકે પોલીસને જણાવ્યું કે તે 12મા ધોરણનો ડ્રોપ આઉટ છે અને કોઈ પણ સંગઠન સાથે જોડાયેલો નથી. તેણે કહ્યું કે શાહીન બાગમાં કેટલાય દિવસોથી ધરણા અને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે આનાથી તે ખાસ્સો ગુસ્સામાં હતો. પ્રદર્શનકારીઓને માત્ર ડરાવવા માટે હવામાં ફાયરીંગ કર્યું હતું. ફાયરીંગ કરવા માટે દેશી તમંચાનો તેણે ઉપયોગ કર્યો હતો.

શાહનબાગ ઉપરાંત ગુરુવારે દિલ્હીની જામીયા મિલીયા યુનિવર્સિટીમાં પણ CAAનું વિરોધ કરી રહેલા વિદ્યાર્થી પર ગોપાલ નામના યુવાને ફાયરીંગ કર્યું હતું અને દિલ્હી પોલીસની હાજરીમાં આ ફાયરીંગની ઘટના બની હતી. પોલીસ ત્યાર આ સગીર યુવાનની ધરપકડ કરી હતી. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે.