બજેટ ડ્યુટીમાં પિતાના નિધનને પણ અવરોધક ન બનવા દીધું : મંત્રાલયે કર્યા સલામ

બજેટનું છાપકામ કેટલું મુશ્કેલ અને જટિલ હોય છે, કે તેને કરવા માટે કેટલી દૃઢશક્તિની જરૂર હોય છે તેનો પુરાવો ડેપ્યુટી મેનેજર પ્રેસ કુલદીપ શર્માએ આપ્યો હતો. તેઓ બજેટ છાપકામની પોતાની ડ્યુટીમાં પર જાય તે પહેલા 26 જાન્યુઆરીએ તેમના પિતાનું નિધન થયું હતું જો કે તે છતાં તેમણે પિતાના નિધનને ડ્યુટીમાં અવરોધક બનવા દીધા વગર પોતાના કામમાં જોતરાયેલા રહ્યા હતા.

શર્મા બજેટના છાપકામ દરમિયાન નક્કી નિયમોનું પાલન કરવાની ઇચ્છાશક્તિ વ્યક્ત કરતા પોતાના ઘરે નહોતા ગયા. તેમણે કહ્યું હતું કે બજેટનું છાપકામ પૂરણ થયા પછી જ પોતાના ઘરે જશે. નાણા મંત્રાલયે શર્માની કર્તવ્યનિષ્ઠા અને કર્મઠતાની ભાવનાને સલામ કરી હતી. બજેટનુ છાપકામ નોર્થ બ્લોકમાં થાય છે. હલવા સેરેમની પછી છાપકામ કાર્યમાં જોતરાયેલા કર્મચારીઓ ત્યાં સુધી બહાર નથી જતાં જ્યાં સુધી બજેટ ભાષણ પૂર્ણ થતુ નથી.