મોટું ઇનામ જોઇતું હોય તો ઇન્ડોનેશિયા પહોંચો : ચાર વર્ષથી મગરના ગળામાં ફસાયેલું ટાયર કાઢી આપો

ઇન્ડોનેશિયામાં એક મગરના ગળામાં ફસાયેસા ટાયરને કાઢવા માટે ઇનામની જાહેરાત કરવામાં આવી છે. એક હેવાલ અનુસાર, આ મગરના ગળાવમાં વર્ષ 2016માં મોટરસાયકલનું ટાયર ફસાઇ ગયું હતું. 2018માં આવેલા ભૂકંપ અને સુનામીમાં પણ મગર બચી ગયું પણ તેના ગળામાંથી ટાયર નીકળી ન શક્યું.

હવે સેન્ટ્રલ સુલાવેસી નેચરલ રિસોર્સ કન્ઝર્વેશન ઓફિસે કહ્યું છે કે જે બહાદુર શખ્સ મગરના ગળામાંથી ટાયર કાઢશે તેને ઇનામ આપશે. એવું માનવામાં આવે છે કે મગર સિયામી પ્રજાતિનું છે જે ખતમ થવાના આરે છે. દુનિયાભરમાં આ પ્રજાતિના હવે 1000 મગર જ બચ્યા છે. જો કે, હજી સુધી એ વાત સામે નથી આવી કે મગરના ગળામાં આ ટાયર કેવી રીતે ફસાયું. મગરના ગળામાંથી ટાયરને કાઢવાનો પહેલા પણ પ્રયાસ થઇ ચૂક્યો છે પરંતુ તે નિષ્ફળ રહ્યા છે. આ સંસ્થાના પ્રમુખ હસમુની હસમાર કહે છે કે, જે પણ આ મગરને ટાયરથી મુક્ત કરશે તેને ઇનામ આપવામાં આવશે. જો કે, આ કાર્ય માટે કેટલું ઇનામ મળશે તેની માહિતી આપી ન હતી.