બજેટ 2020 : નિર્મલા સિતારમણે બજેટ ભાષણમાં વાંચી કાશ્મીરી કવિતા

 

નાણામંત્રી નિર્મલા સિતારમણે બજેટ ભાષણ દરમિયાન એક કાશ્મીરી કવિતાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે બજેટ પાછળની મુળ ભાવનાનો ઉલ્લેખ કરતાં આ કવિતા વાંચી હતી અને તેનો હિન્દી અર્થ પણ સમજાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે

હમારા વતન ખિલતે હુએ શાલીમાર બાગ જૈસૈ,
હમારા વતન ડન ઝીલમેં ખીલતે હુએ કમલ જૈસા,
નૌજવાનો કે ગર્મ ખુન જૈસા,
મેરા વતન, તેરા વતન, હમારા વતન,
દુનિયા કા સબસે પ્યારા વતન..

આ કવિતા પંડિત દીનાનાથ કૌલની છે. ભવિષ્યના ભારતની રૂપરેખા ખેંચતા નાણામંત્રીએ કહ્યું હતું કે બજેટ ત્રણ મુખ્ય સ્તંભો પર ઊભેલું છે. ડિજિટલ રિવોલ્યુશન, નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સોશિયલ સિક્યુરિટી વધારવાની લાગણી પર આધારિત આ બજેટ દેશને નવી દિશા આપશે.