કોમર્શિયલ ગેસના ભાવમાં 225 રૂપિયાનો તોતીંગ વધારો

સામાન્ય બજેટ પહેલા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 224.98 રૃપિયાનો વધારો ઝીંકાયો છે. વેપારીઓએ હવે કોમર્શિયલ સિલિન્ડર માટે 1550 ચૂકવવા પડશે. વધેલા ભાવ આજે સવારથી લાગુ થઈ ગયા છે. તો બીજી તરફ ઘરેલુ રાંધણ ગેસ ગ્રાહકો માટે રાહતના સમાચાર છે.

સતત પાંચ મહિનાથી વધતા ભાવ અટક્યા છે. માસિક રેટ રિવિઝનમાં ઘરેલુ રાંધણ ગેસ 14.2 કિલોનો હોય છે. તેના ભાવ યથાવત્ રહ્યા છે. એટલે કે ફેબ્રુઆરીમાં પણ લોકોને 14.2 કિલોનો બાટલો 749માં જ મળશે. ગ્રાહકના ખાતામાં 238.10ની સબસિડી આપશે. 14.2 કિલોનો બાટલો 749નો થયો છે. તો 19 કિલોનો બાટલો 1550.02 નો થયો છે. પાંચ  કિલોનો બાટલો 276નો રહેશે.

સરકાર વર્ષમાં દરેક ઘરને  14.2 કિલોના 12 બાટલા આપે છે તેનાથી વધુ જોઈએ તો બજાર ભાવે લેવો પડે છે. સરકાર 12 બાટલા પર સબસિડી આપે છે જેની કિંમત પણ દર મહિને બદલાય છે. આ સિવાય હિન્દુસ્તાન યુનીલીવર સાબુના ભાવમાં 6 ટકાનો વધારો કર્યો છે. પામ તેલના ભાવ 25થી 30 ટકા વધતા આ નિર્ણય લેવાયો છે. ડવ, લક્સ, લાઈફબોય, પીયર્સ, હમામ, લિરિલ અને રેક્સોના માટે હવે વધુ ભાવ દેવા પડશે.