બજેટ 2020: નાણામંત્રીએ ટેક્સ સ્લેબમાં આપી મોટી છૂટછાટ, પણ આ શરતે…

મોદી સરકારની સેક્ન્ડ ઈનિંગ્સનું સેકન્ડ બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું. સરકારે ટેક્સમાં રાહતો મારફત બચતને પ્રોત્સાહિત કરવાની નીતિને સમાપ્ત કરી દીધી છે.

નવા ટેક્સ સ્લેબમાં છૂટ આપવામાં આવી છે પણ તે વૈક્લ્પિક હશે. જો કોઈ ટેક્સ પેયરને આ સુવિધાનો લાભ લેવાનો હોય તો તેણે એ છૂટછાટને છોડી દેવી પડશે જેનો ટેક્સ પેયરને અત્યાર સુધી મળતી હતી. જો પહેલાં તમે વીમા અથવા અન્ય રોકાણ, ઘરને ભાડેથી આપવા, બાળકોની સ્કૂલ ફી જેવા 70 મુદ્દા પર મળતી છૂટને છોડી દેવી પડશે. આ પહેલાં ટેક્સ ભરતી વખતે આ તમામ વસ્તુઓ પર ટેક્સમાંથી બાદબાકી મળતી હતી.

નિષ્ણાતો ના જણાવ્યા પ્રમામએ ટેક્સ સ્લેબમાં કરવામાં આવેલા ફેરફાર બાદ પણ બચકમાં હજુ પણ ઘટાડો થઈ શકે છે. કારણ કે જે રાહતો પાછી ખેંચી લેવામાં આવી છે જેમાં વીમા, મેડિક્લેઈમ, નાની બચત સ્કીમો આની અસર પડશે. આના કારણે હાઉસીંગ સેક્ટર પણ અસરગ્રસ્ત થશે. હવે હોમ લોન પર ટેક્સ છૂટ નવી સ્કીમમાં આવરી લેવામાં આવશે. વધુ જાણકારી માટે હવે ફાયનાન્સ બીલની રાહ જોવાની રહેશે.