ગુજરાત પોષણ અભિયાન : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના લોકોએ 325 કુપોષિત બાળકોની જવાબદારી ઉપાડી લીધી

રાજ્યવ્યાપી ગુજરાત પોષણ અભિયાનની સિદ્ધિરૂપે ઓલપાડ તાલુકાના અગ્રણીઓએ સમાજિક ઉત્તરદાયિત્વ નિભાવતાં તાલુકાના 325 કુપોષિત બાળકોને સ્વસ્થ, નિરોગી અને પોષણક્ષમ બનાવવા પાલક વાલી બની બાળકોને કુપોષણમુક્ત બનાવવાનું બીડું ઉઠાવ્યું છે. ઓલપાડ તાલુકાના અગ્રણી અસમાજસેવકોએ આંગણવાડીના કુપોષિત બાળકોની જવાબદારી ઉપાડી લીધી છે.

ઓલપાડ તાલુકામાં આંગણવાડીઓમાં અભ્યાસ કરતાં 9,000 બાળકો પૈકી માત્ર 325 બાળકો જ કુપોષિત છે, જેની સરાહના કૃષિમંત્રી આર.સી. ફળદુએ પણ કરી પોષણ અભિયાનમાં સહભાગી બનવા બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

325 સમાજસેવકો-અગ્રણીઓ ‘એક પાલક એક બાલક’ના ઉદાત્ત અભિગમથી કુપોષિત બાળકોની એક વર્ષ સુધી આવા બાળકની સારસંભાળ દેખરેખ રાખશે.