હેલિકોપ્ટર દુર્ઘટનામાં બાસ્કેટ બોલ ખેલાડી કોબે બ્રાયન્ટ તેની પુત્રી સહિત 9ના મોત

 

નિવૃત્ત બાસ્કેટબોલ સ્ટાર કોબી બ્રાયન્ટનું રવિવારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું હતું. કેલિફોર્નિયાના કૈલાબેસસમાં થયેલી આ દુર્ઘટનામાં કોબી તેની 13 વર્ષની પુત્રી સહિત કુલ 9 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનાની માહિતી મળતાં જ તેના ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. દુર્ઘટના એટલી ભયાનક હતી કે હેલિકોપ્ટરમાં સવાર એક પણ વ્યકિત બચી શકી નહોતી.

લોસ એન્જેલસ નજીક કેલાબૈસસમાં પ્રાઇવેટ હેલિકોપ્ટરમાં આગ લાગ્યા પછી તૂટી પડ્યું

માહિતી અનુસાર આ ઘટના લોસ એન્જેલસની પાસે અંદાજે 65 કિલોમીટર દૂર બની હતી. એવું કહેવાયું છે કે હેલિકોપ્ટર કોબીનું પ્રાઇવેટ હેલિકોપ્ટર હતું. તે હવામાં હતુ ત્યારે જ તેમાં આગ લાગી હતી. તે પછી તે ગોળ ચક્કર ખાઇને નીચે ઝાડીઓમાં તૂટી પડ્યું હતું અને ક્રેશના કારણે ઝાડીઓમાં આગ લાગી હતી, જેના કારણે રાહત બચાવ ટુકડીને મુશ્કેલી નડી હતી.

 

View this post on Instagram

 

🏀 👑 #rip #kobe 💔

A post shared by Ranveer Singh (@ranveersingh) on

અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ, માજી પ્રેસિડન્ટ બરાક ઓબામા, મહાન બાસ્કેટબોલ ખેલાડી બિલ રસેલ, ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી, દિગ્ગજ ઓસ્ટ્રેલિયન લેગ સ્પિનર શેન વોર્ન, અભિનેતા રણવીર સિંહ સહિતનાઓએ કોબે બ્રાયન્ટને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. હાલના તબક્કે એ સ્પષ્ટ નથી થયું કે હેલિકોપ્ટરમાં આગ કેવી રીતે લાગી અને હાલમાં તે અંગે તપાસ ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું હેલિકોપ્ટર ધુમ્મસને કારણે કોઇ ટેકરી સાથે ભટકાયું હતુ અને તે પછી તેમાં આગ લાગી હોવાનું કહેવાય છે.