26મીએ શણગારાશે શામિયાણું : 24 મહાનુભાવોને એનાયત કરાશે “ભરૂચ રત્ન” એવોર્ડ, જૂઓ સંપૂર્ણ લિસ્ટ

સહારા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ અને જીએનએસ ન્યૂઝ એજન્સી દ્વારા ભરુચ જિલ્લાના ગૌરવવંતા નાગરિકોને જિલ્લાનું વિશેષ સન્માન આપવામાં આવશે જેને “ભરુચ રત્ન” નામ આપવામાં આવ્યું છે.

વિવિધ ક્ષેત્રે વિશેષ યોગદાન આપનારા નાગરિકોને આ સન્માનથી નવાઝવામાં આવશે, જેમાં કુલ 24 નાગરિકોનું સન્માન થશે જેમાં સૌથી નાની વયની પુત્રી ખુશી ચુડાસમાથી લઈને 80 વર્ષના વરિષ્ઠ પત્રકાર મહેન્દ્ર ગાંધીનો સમાવેશ થાય છે.

ભરૂચના પત્રકાર વસીમ મલેક દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દક્ષિણ આફ્રિકાથી વિશેષ મેહમાન તરીકે હોલિવૂડની કલાકાર મેરી લુઈસ આ પ્રસંગે ખાસ હાજર રહેશે. આ ઉપરાંત મિસ્ટર વર્લ્ડ અશફાક બેંડવાલાને પણ એવોર્ડ એનાયત કરવામાં આવશે.

ભરુચ રત્ન મેળવનાર ગૌરવવંતા ભરૂચવાસીઓ

રમત ગમત

  • મુનાફ પટેલ (ક્રિકેટર ભારતીય ક્રિકેટ ટીમ)
  • અશફાક બેંડવાલા ( સાઉથ આફ્રિકામાં રહીને મિસ્ટર વર્લ્ડ બન્યા, હાલ હોલિવૂડ કલાકાર અને મોડલ)
  • ખુશી ચુડાસમા (નાની ઉમરમાં રાયફલ શૂટિંગમાં નેશનલ ક્વોલિફાઇ કર્યું)

સામાજિક કાર્ય

  • રશ્મિ કંસારા (બ્લડ ડોનેશનનું ઉમદા કાર્ય છેલ્લા 20 વર્ષથી કરી રહ્યા છે)
  • અતુલ મુલાણી (ભૂખ્યા ને ભોજન નામથી સંસ્થા ચલાવી દરરોજ ૩૦૦ થી વધુ ગરીબો ને ખાવાનું આપે છે)
  • દિક્ષા વાનિયા ( રસ્તાઓ પર નીકળી ને ગરીબો ને નાસ્તો ,ખાવાનું ,કંબલ વિતાન વગેરે )
  • મહમ્મદ ફાંસીવાલા “મરણોપરાંત “ ( આરોગ્ય ક્ષેત્રે ઉમદા કાર્ય )
  • ફૈસલ પટેલ (એચએમપી ફાઉન્ડેશન નામથી સંસ્થા ચલાવી ગરીબોની સેવા )
  • રાકેશ ભટ્ટ (સેવા યજ્ઞ સમિતિ દ્વારા લોકસેવા)

ભારતીય સેના

શહીદ યુસુફ ખીલજી “મરણોપરાંત “ (2004માં કારગિલ યુધ્ધમાં શહીદ થયા)

ઉદ્યોગ ક્ષેત્રે

  • અશોક પંજવાની (પર્યાવરણ બાબતે સારું કાર્ય અને દરરોજ 15 હજાર જેટલા કર્મચારીઓને મફત ભોજન)
  • ડી.આનંદપુરા (અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં સિંહફાળો)
  • એમએસ જોલી (ઉદ્યોગ અને ફિલ્મ ક્ષેત્રે )

રાજનીતિ અને લોકસેવા

  • અહેમદ પટેલ (રાજનીતિ ક્ષેત્રે ભારતભરમાં ભરુચનું નામ રોશન કર્યું)
  • મનસુખ વસાવા (સતત 6 વાર લોકસભા સાંસદ બન્યા)
  • છોટુભાઈ  વસાવા (આદિવાસી સમાજના નેતા, સતત ધારાસભ્ય બન્યા)

અભ્યાસ ક્ષેત્રે

  • ડો. સુનિલ ભટ્ટ ( પીએમ મોદી પર પીએચડી કરનાર પ્રથમ ભારતીય )
  • ડો.ખુશ્બુ પંડયા (સોશિયલ મીડિયા પર પીએચડી કરનાર પ્રથમ ભારતીય)
  • ડો. અશ્વિન કાપડિયા (ભરૂચના પ્રથમ વ્યક્તિ જેઓ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રહ્યા)

આરોગ્ય ક્ષેત્રે

ડો. સુકેતુ દવે (છેલ્લા 20 વર્ષથી મનમેળાપ કરીને સેવા આપનાર)

ફિલ્મ અને કલાજગત ક્ષેત્રે

  • ડો.તરુણ બેન્કર(ભરૂચમાં રહીને ઘણી ફિલ્મોમાં કામ કર્યું અને ફિલ્મોના વિષય પર પીએચડી કર્યું. હાલ નિર્માતા દિગ્દર્શક છે)
  • ઇમરાન બાદશાહ (આફ્રિકાના સીદીનાં ધમાલ નૃત્યને દુનિયાના વિવિધ દેશોમાં પ્રદર્શન કર્યું છે)

પત્રકારત્વ

મહેન્દ્ર ભાઈ ગાંધી  (યુવાનીથી જૈફ વય સુધી અવિરત પત્રકારત્વ ,ગાંધીવાદી વિચારધારા સાથે સંકળાયેલા રહ્યા)