વ્હોટ્સ અપ પર મેસેજ કરી પતિએ કોલગર્લ બૂક કરાવી અને પછી જે થયું તેની તમે કલ્પના પણ કરી શકો નહીં

કેટલીકવાર પતિ-પત્ની આવા સંજોગોમાં સામ-સામે આવે છે કે બંનેએ એની કલ્પના પણ કરી ન હોય. આવી જ એક ઘટના ઉત્તરાખંડના કાશીપુરમાં બની છે. જ્યાં એક પતિએ કોલગર્લને બોલાવી પણ જ્યારે કોલગર્લ તેની સામે આવી ત્યારે ખબર પડી કે તે તેની પત્ની છે. જ્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો ત્યારથી જ આ વાર્તા દરેકની જીભે ચાલી રહી છે.

એવું બન્યું કે પતિએ વ્હોટ્સએપ દ્વારા એક મહિલા દલાલનો સંપર્ક કર્યો. પછી તેણે કોલ ગર્લની માંગ કરી. જ્યારે કોલગર્લ તે વ્યક્તિ પાસે આવી ત્યારે તેણી તેની પત્ની હોવાનું બહાર આવ્યું. આ પછી બંનેમાં જોરદાર ઝઘડો થયો હતો. બંનેએ પોલીસ મથકે એક બીજા સામે કેસ દાખલ કર્યો છે.

થોડા વર્ષો પહેલા દિનેશપુરમાં રહેતા યુવકના લગ્ન કાશીપુરના આઈટીઆઈ વિસ્તારમાં રહેતી યુવતી સાથે થયા હતાં. પરંતુ લગ્ન બાદથી યુવતી પતિ સાથે રહેતી નહોતી અને તે તેના પિયરમાં જ રહેતી હતી. સાસરિયામાં ઓછો સમય જ રહેતી હતી.

પરંતુ એક દિવસ યુવતીની સખીએ તેના પતિને જણાવ્યું કે તમારા મિત્રની પત્ની કોલગર્લનું કામ કરે છે. સખીના પતિએ આ વાત તેના મિત્ર એવા યુવતીના પતિને કહી દીધી. સખીએ આ વાત પોતાના પતિને એટલા માટે કહી કે યુવતી સાથે તેનો ઝઘડો થયો હતો.

આ પછી પતિએ વ્હોટ્સએપ પર શ્યાપુરમમાં રહેતી મહિલા દલાલનો સંપર્ક કર્યો. પતિએ મહિલા દલાલને કહ્યું કે મારે કોલગર્લ જોઈએ છે. આ પછી મહિલા દલાલે પતિને કેટલીક તસવીરો મોકલી અને જણાવ્યું કે આમાંથી જે પસંદ હોય તેનો ફોટો ફાઈનલ કરો. પતિએ તેની પત્નીની તસવીરો શોધી કાઢી અને તેની પસંદગી કરી. મહિલા દલાલનો નંબર પણ પતિના મિત્રની પત્નીએ જ આપ્યો હતો.

આ પછી પતિએ વ્હોટસઅપ પર કોલગર્લનું કામ કરતી પત્નીની તસવીરોને જ પસંદ કરી મહિલા દલાલને મોકલી આપી અને કહ્યું કે આ યુવતીને બુક કરી દો અને નક્કી કરેલા સરનામે મોકલી આપવા જણાવ્યું..આ પછી જ્યારે કોલગર્લ તરીકે પત્ની પોતાના જ પતિની સામે આવી ત્યારે બંને વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો અને બન્નેએ એકબીજાને માર પણ માર્યો હતો.

આ પછી આખોય મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો અને બન્નેએ એકબીજા સામે ફરીયાદ નોંધાવી હતી. પત્નીનો આરોપ છે કે તેના પતિનો તેના મિત્રની પત્ની સાથે અફેર છે. જ્યારે પતિએ પત્નીના કોલગર્લના ધંધા વિશે પોલીસને જણાવ્યું. હવે આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.