જૂઓ વીડિયો: સુરતની 10 માળની રઘુવીર માર્કેટ આગમાં ભડ-ભડ કરતાં આખી સ્વાહા થઈ ગઈ

સુરતના પુણા કંભારીયા રો઼ડ પર આવેલી 10 માળની રઘુવીર માર્કેટમાં મોડી રાત્રે 3.30 વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી જે આ લખાય છે ત્યાં સુધી હજુ કાબુમાં આવી નથી. આગ એટલી ભીષણ છે કે તેને બુઝાવવા માટે સુરત ઉપરાંત, બારડોલી, હજીરાની કંપનીઓના તેમજ નવસારી સહિતના ગામોમાંથી ફાયર ટેન્કરો મદદ માટે આવ્યા છે અને અંદાજે 60થી વધુ ફાયર ટેન્કર હાલમાં આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યાં છે. માર્કેટમાં અડધી રાત્રે આગ લાગી હોવાથી માર્કેટમાં જાનહાનિના કોઈ સમાચાર મળી રહ્યા નથી.

જૂઓ વીડિયો…