આ ફિલ્મના કારણે અમિતાભ બચ્ચનની ફિલ્મ “ચેહરે”ની રિલીઝ ડેટ બદલાઈ ગઈ

બોલીવુડના  શહેનશાહ અમિતાભ બચ્ચન અને ઈમરાન હાશ્મીની થ્રિલર ફિલ્મ ‘ચેહરે’ આ અગાઉ  24 એપ્રિલના રોજ રીલિઝ થવાની હતી પણ તે હવે 17 જુલાઈએ રિલીઝ થશે. ફિલ્મ ‘ગુલાબો સીતાબો’ ના નિર્માતા શૂજિત સરકાર અને પ્રોડ્યુસર રોની લાહિરીની ખાસ વિનંતી પર ફિલ્મની અગાઉની રિલીઝ ડેટ બદલવામાં આવી છે.

રિલીઝ અંગેની નવી તારીખ પંડિતે કહ્યું, ‘હા અમે’ ગુલાબો સીતાબો ‘ના નિર્માતાઓની વિનંતી પર 17 જુલાઈએ’ ચહેરે ‘ રિલીઝ કરીશું. શૂજિત સરકાર અને રોની લાહિરી સાથે મિત્રતા રહી છે અને આ મિત્રતાને જોઈ બન્ને રોમાંચક ફિલ્મોને અલગ અલગ તારીખે રિલીઝ કરવાનું લાભકારી બની રહેશે. અમિતાભ બચ્ચનના પ્રશંસકો માટે પણ આ યોગ્ય બની રહેશે.

‘ચહેરેમાં રિયા ચક્રવર્તી, સિદ્ધાંત કપૂર, ક્રિસ્ટલ ડિસોઝા, રઘુવીર યાદવ અને અન્નુ કપૂર પણ છે. આ ફિલ્મ આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને સરસ્વતી એન્ટરટેઇનમેન્ટ પ્રા.લિ. દ્વારા નિર્માણ પામી છે. આ ફિલ્મનું નિર્દેશન રૂમી જાફરીએ કર્યું છે અને આનંદ પંડિત દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો અમિતાભની ફિલ્મ ‘ઝુંડ’ નું ટીઝર આજે રિલીઝ થયું છે.