LIC પોલિસી હોલ્ડરો થઈ જાઓ સાવધાન, પોલિસી સરન્ડર કરાવી રિટર્ન ઉસેટી લેતા લેભાગુઓ છે સક્રીય

ભારતીય જીવન વીમા નિગમ (LIC)એ તેના તમામ વીમાધારકો અને ગ્રાહકોને એલર્ટ કરી દીધા છે. LICના જણાવ્યા મુજબ કેટલાક લોકો LICના અધિકારીઓ, એજન્ટો અથવા વીમા નિયમનકાર આઇઆરડીએના અધિકારીઓ બનીને ગ્રાહકોનો સંપર્ક કરી રહ્યા છે અને તેમની વીમા પોલિસીમાં વધારો કરીને કેટલીક લાલચો અને લાભો આપવાના ખોટા વચન આપી રહ્યાની ફરીયાદ મળી રહી છે.

LICએ તેના તમામ વીમાધારકો અને ગ્રાહકોને ચેતવણી આપી છે. LICના જણાવ્યા મુજબ કેટલાક તત્વો LICના ગ્રાહકોને મોબાઈલ અને લેન્ડલાઈન પર કોલ કરીને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને ગ્રાહકોને લોભામણી લાલચો આપી રહ્યા છે.

LICના જણાવ્યા મુજબ કેટલાક લોકો LICના અધિકારીઓ, એજન્ટો અથવા વીમા નિયમનકાર આઇઆરડીએના અધિકારીઓ પોતાની ઓળખ આપે છે અને વીમા ધારકોને તેમની વીમા પોલિસીમાં વધારો કરીને કેટલાક લાભ મેળવવા માટે ખોટા વચન આપે છે. આ માટે, તેઓ વીમાધારકોને બોનસ સહિતના કેટલીક લાલચો આપે છે. લોભ અને લાલચ આપી ગ્રાહકને ગેરમાર્ગે દોરીને પોતાની પોલિસી સરન્ડર કરવા માટે રાજી કરી રહ્યા છે.

કેટલાક વીમા એજન્ટોએ જણાવ્યું હતું કે વીમા પોલિસી સરન્ડર કરી રિટર્ન અપવવાનું જણાવી સારા એવા રૂપિયા ખંખેરી નાંખવામાં આવે છે અને ગ્રાહકોને ઉધા પાટે ચઢાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ગ્રાહકોને લોભ-લાલચ આપી LICની પોલિસીને અન્ય જગ્યાએ રોકાણ કરવા માટે ભ્રમિત કરવામાં આવી રહ્યા છે.

LIC દ્વારા સ્પષ્ટતા કરવામાં છે કે કંપની ગ્રાહકોને પોતાની પોલિસી સરન્ડર કરવા માટે કોઈ પણ પ્રકારની સ્કીમ ચલાવી રહી નથી. LICએ ગ્રાહકો અને વીમાધારકોને અપીલ કરી છે કે અજાણ્યા નંબરો પરથી આવતા ફોન કોલને અટેન્ડ કરવામાં આવે નહીં. પોલિસીઓ અંગે કોઈ પણ માહિતી જાણવા માંગતા હોય તો LICની સત્તાવાર વેબસાઈટ licindia.in રજિસ્ટર કરી માહિતી મેળવી શકાય છે અથવા તો LICની નજીકની ઓફીસેથી પણ પોલિસીઓ અંગે જાણકારી મેળવી શકાય છે.

કંપનીએ એમ પણ કહ્યું છે કે પોલિસી ખરીદતા પહેલા LIC દ્વારા જારી કરાયેલા એજન્ટના આઈકાર્ડ અને લાયસન્સ પણ ચકાસી શકો છો. આ સિવાય જો ગ્રાહકોને આવા ભ્રામક કોલ્સ મળી રહ્યા છે તો તેઓ co_crm_fb @ licindia ને ઇમેઇલ કરીને ફરિયાદ નોંધાવી શકે છે. જ્યારે કોઈપણ સહાય માટે LIC વેબસાઇટ પર જાઓ અને ગ્રીવેન્સ રિડ્રેસિયલ ઓફીસરનો સંપર્ક કરી માહિતી મેળવી શકાય છે.