શાહરૂખ ખાનનાં સોન્ગ “છમ્મક છલ્લો”નો સિંગર વસાવી રહ્યો છે પોતાની અલગ સિટી, પોતે છે 568 કરોડનો માલિક

તમને શાહરૂખ ખાન અને કરીના કપૂરની ફિલ્મ રા-વન અને આ ફિલ્મનું ગીત ‘છમ્મક છલ્લો’ યાદ તો હશે જ. આ ગીતમાં કરીના કપૂરે લાલ રંગની સાડી પહેરીને ડાન્સ કર્યો હતો અને આ સોન્ગ ખૂબ જ પોપ્યુલર થયું હતું. હવે આ સોન્ગ તેના સિંગરના કારણે ફરી એક વખત હેડલાઇન્સ બન્યું છે, કારણ કે આ ગીતના સિંગર પોતાનું શહેર બનાવવા જઇ રહ્યું છે.

હા, આ સોન્ગમાં પોતાનો અવાજ આપનારા રેપર એકોન હવે દક્ષિણ આફ્રિકામાં પોતાનું એક અલગ શહેર બનાવશે. સિંગર એકોને સોશિયલ મીડિયા પર માહિતી આપતા કહ્યું કે ‘એકોન સિટી’નું કરાર પૂર્ણ થઈ ચૂક્યું છે. રિપોર્ટ અનુસાર એકોન સિટી સેનેગલમાં વસાવવામાં આવી રહી છે અને તેનું નામ એકોન સિટી રાખવામાં આવશે.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એકનને આ શહેર માટે 2 હજાર એકર જમીન પણ મળી છે. ઉપરાંત આ શહેરના પોતાના અલગ નિયમો હશે અને આ શહેર ક્રિપ્ટો ચલણ એટલે કે એકિઓન કરન્સીથી પણ ચલાવશે. આ શહેરનું નિર્માણ શરૂ થઈ ગયું છે અને 2018માં  એકોન  આ અંગે જાણકારી પણ આપી હતી. આ શહેરમાં એરપોર્ટ જેવી ઘણી સુવિધાઓ હશે.

જોકે, આ શહેરને સ્થાયી થવામાં લગભગ 10 વર્ષનો સમય લાગશે અને તે પછી લોકો અહીં રહેવાનું શરૂ કરશે. એકોન ખૂબ જ ધનિક વ્યક્તિ છે અને તેની કુલ સંપત્તિ 80 મિલિયન છે, જે આશરે 568 કરોડ રૂપિયા થવા જાય છે. એકોન વિશ્વના સૌથી ધનિક સિંગરોમાંનો એક છે અને આફ્રિકાનો સૌથી ધનિક સિંગર પણ છે. એકોન તેના શહેરને ન્યૂઝમાં છે.