ગાડીઓના શોખીનો માટે ખૂશ ખબર: હવે એક જ વીમો લઈને ચલાવો અનેક ગાડીઓ

જો તમે અનેક ગાડીઓ ચલાવવાનો અને રાખવાનો શોખ રાખો છો પણ પેપર વર્કના કારણે દુર રહો છો તો આ અંગે તમને થોડી રાહત આપતા ન્યૂઝ અહીંયા પ્રસિદ્વ કરવામાં આવ્યા છે.

ઈન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવોલપમેન્ટ ઓથોરિટી(IRDA-ઈરડા)એ ફ્લોર મોટર ઈન્સ્યુરન્સ  પોલિસીને લાવવાની મંજુરી આપી દીધી છે. નવી નીતિમાં સૂચવાયા મુજબ હવે તમે એક સાથે તમામ ગાડીઓ-વાહનોને એક જ વીમા પોલિસીમાં કવર કરી શકશો. આ સાથે નવી નીતિમાં ઓછા પ્રીમિયમ પર સિંગલ પોલિસી કરતા વધુ કવર રકમ મળશે.

નવી પોલિસીના પ્રીમિયમની ગણતરી કરવાનું કામ ચાલુ છે. વીમા નિષ્ણાતોના મતે નવી પોલિસી લાગુ થતાં પૈસાની પણ બચત થશે. આ સિવાય વીમા કંપનીઓ એપ્લિકેશન આધારિત સેવાઓ લાવવાનું પણ વિચારી રહી છે.

એડલવાઈસ જનરલ ઇન્સયુરન્સે જણાવ્યું કે નવી ફ્લોટર મોટર વીમા પોલિસી એપ્લિકેશન દ્વારા સંચાલિત કરવામાં આવશે. વીમા ધારકો એપ્લિકેશનમાંથી નવા વાહનો ઉમેરવા અને દૂર કરવા માટે સમર્થ હશે. વાહન અકસ્માતની સ્થિતિમાં એપ્લિકેશન દ્વારા દાવો કરી શકાય છે. ઉપયોગિતાના આધારે વીમાધારક પાસેથી પ્રીમિયમ લેવામાં આવશે.

એડલવાઈસ જનરલ ઇન્સ્યુરન્સના સીઈઓ શનાઇ ઘોષના જણાવ્યા મુજબ હાલના સમયમાં વાહન માલિકો માટે આ નીતિ એક ઉત્તમ બની શકે છે, કારણ કે લોકો કાર પુલીંગને પસંદ કરે છે. નવી નીતિમાં પ્રીમિયમનો નિર્ણય વાહનના કિલોમીટરના આધારે કરવામાં આવશે. એટલે કે તમે ચોક્કસ સમયમાં વાહન ચલાવશો તો તે પ્રમાણે પ્રીમિયમ લેવામાં આવશે. આ પ્રોડક્ટને પહેલી ફેબ્રુઆરીથી પાયલોટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કરવામાં આવશે. તેનો સમયગાળો 6 મહિનાનો રહેશે. પ્રતિસાદના આધારે તેની પ્રોફેશનલી શરૂઆત કરવામાં આવશે.