ગુરૂદાસપુરના શહિદ જવાનની અંતિમ યાત્રામાં માતા-બહેને નનામી ઉંચકી, 3 મહિનાની પુત્રીએ આપ્યો મુખાગ્ની

જમ્મુ-કાશ્મીરમાં શહીદ થયેલા ગુરૂદાસપુરના જવાન રંજીત સિહ સલારિયાને શુક્રવારે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ દરમિાયાન એ સમયે ઉપસ્થિત સહુની આંખમાં અશ્રુ છલકાયા હતા, જ્યારે તેની 3 મહિનાની પુત્રીના હસ્તે તેને મુખાગ્ની આપવામાં આવ્યો હતો.

13મી જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીરના માછીલ સેક્ટરમાં 12 હજાર ફૂટની ઉંચાઇએ રંજીંત સિંહ પેટ્રોલિંગમાં હતો ત્યારે થયેલા હિમ પ્રપાતની લપેટમાં તે આવી ગયો હતો. રંજીત સિંહ સૈન્યની 45 નેશનલ રાઇફલ્સ બટાલિયનમાં તૈનાત હતો. તેના નિધનના 4 દિવસ પછી તેનો પાર્થિવ દેહ તેના ગામ પહોંચ્યો હતો. શહીદ જવાન રંજીતની માતા રીના અને બહેન જીવનજ્યોતિએ નનામી ઉંચકીને તેને સ્મશાન સુધી લઇ ગઇ હતી. સ્મશાનમાં તેની ચિતાને તેની 3 મહિનાની પુત્રી સાનવીએ દાદા હરબંસ સિંહ અને કાકા સુરજીત સિંહની મદદથી મુખાગ્ની આપ્યો હતો.