ICICI બેન્કે ખાતેદારોને આપી નવી નક્કોર ફેસિલિટી, દુર થશે પાસવર્ડનું ટેન્શન

ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરતા લોકો માટે સૌથી મોટી સમસ્યા પાસવર્ડને યાદ રાખવાની હોય છે. સામાન્ય રીતે લોકો નેટ બેન્કીંગનો ઉપયોગ કરતી વખતે પાસવર્ડ ભૂલી જાય છે. આવી સ્થિતિમાં વપરાશકર્તાઓએ નવો પાસવર્ડ જનરેટ કરવો પડે છે અને મોટી મોકાણ સર્જાઈ જાય છે.

જોકે ખાનગી ક્ષેત્રની ICICI બેન્કે ગ્રાહકો માટે નવી સુવિધા શરૂ કરી છે. આ અંતર્ગત ICICI બેન્કના ગ્રાહકો પાસવર્ડ ભૂલી જાય તો લોગીન કરીને વન-ટાઇમ પાસવર્ડ જનરેટ કરી શકે છે.

આ કહેવાનો મતલબ એ છે કે જો તમને પાસવર્ડ યાદ ન હોય તો પણ તમે નેટ બેંકિંગમાં લોગીન કરી શકો છો.

ચાલો સ્ટેપ બાય સ્ટેપ આ સિસ્ટમને સમજીએ

  • સૌ પ્રથમ બેન્કની વેબસાઇટ www.icicibank.com પર જાઓ.
  • વેબસાઇટ પરન “લોગીન”ઓપ્શન પર ક્લિક કરો.
  • આ પછી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરો અને ‘Get OTP’ ઓપ્શન પર ક્લિક કરો.
  • OTP અને તમારો ડેબિટ કાર્ડ પીનને અન્ટર કરો દાખલ કરો અને ‘Proceed’  પર ક્લિક કરો.
  • ત્યાર પછીના સ્ટેપમાં તમારી નેટ બેંકિંગ લોગીન થઈ જશે.
  • નેટ બેન્કિંગ પાસવર્ડ ભૂલી જવાના કિસ્સામાં OTP આધારિત સુવિધાનો સૌથી મોટો ફાયદો મળશે. આ સાથે સિક્યોરીટીની દ્રષ્ટિએ પણ આ એક સારો વિકલ્પ છે.
  •  મેઇલ અને મેસેજ દ્વારા લોગીન એલર્ટ મેળવીને સાથો સાથ અપડેટ પણ રહેશે.