ઈમામ જેને દુલ્હન બનાવીને લાવ્યા હતા તે હકીકતમાં નીકળ્યો પુરુષ, મામલો જાણો ચોંકી જશો

અનેક અરમાનો સાથે ઇમામ સાહેબે નિકાહ પઢ્યા હતા પણ જ્યારે તેમને ખબર પડી કે જેની સાથે નિકાહ કર્યા છે તે મહિલા નહીં પણ પુરુષ છે તો તેમના અરમાનો પર પાણી ફરી વળ્યું હતું. તૂટેલા દિલ સાથે ઈમામે પોલીસ ફરીયાદ નોંધાવી હતી.

યુગાન્ડાના કૈંગા જિલ્લામાં રહેતા ઇમામ શેખ મોહમ્મદ મુતુમ્બાએ બે અઠવાડિયા પહેલા સ્વાબુલ્લાહ નબુકીરા સાથે ધૂમધાથી લગ્ન કર્યા હતા. દુલ્હનને લઈને ઘરે આવ્યા. ઇમામે વિચાર્યું કે હવે પત્ની સાથે સપનાનું ઘર બનાવશે. પરંતુ તે દરમિયાન પોલીસ ઈમામના ઘરે આવી પહોંચી હતી.

પોલીસે ઇમામ શેખ મોહમ્મદ મુતુમ્બાને જણાવ્યું છે કે તેઓ ચોરની શોધમાં છે. જેણે કપડાં અને ટીવીની ચોરી કરી છે. પોલીસને શંકા હતી કે ઈમામની પત્ની સ્ત્રી નહીં પણ એક પુરુષ છે અને તે ચોર છે. આ સાંભળીને ઇમામ ચોંકી ગયા. તેમણે પોતાની પત્નીને મહિલા પોલીસ અધિકારીની સામે રજૂ કરી.

મહિલા પોલીસ અધિકારીએ સ્વાબુલ્લાહ નબુકીરાની તપાસ કરતાં જણાયું કે તે સ્ત્રી નહીં પણ એક પુરુષ છે. આ સાંભળીને ઇમામને મોટો આંચકો લાગ્યો. પોલીસે આંટીની સાથે તેની ધરપકડ કરી હતી.

ઇમામે કહ્યું કે જ્યારે હું મારી પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવા જતો ત્યારે તે કહેતો કે તે એક પીરિયડમાં છે સ્ત્રી બનેલા પુરુષનું નામ રિચાર્ડ તુમ્શાબે છે અને તે 27 વર્ષનો છે. તે ચોરીના ઇરાદે ઇમામના ઘરે પ્રવેશ કર્યો. તેણે તેની કાકી સાથે કાવતરું રચ્યું. ઈમામના ઘરની બધી ચીજવસ્તુઓ લઇને ભાગી જવાનો ઈરાદો હતો. પરંતુ પોલીસે બંનેને સમયસર પકડી પાડ્યા હતા.