ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો, ઈરાકનાં મિલેટ્રી બેઝ પર છોડ્યા આઠ રોકેટ

રવિવારે ઇરાને ફરીથી અમેરિકા પર હુમલો કર્યો છે. ઇરાકના અલ બલાદ એરબેઝ સ્થિત અમેરિકાના આર્મી બેઝ પર આઠ રોકેટ ફાયર કર્યા છે, જેમાં ચાર લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં બે ઇરાકી અધિકારીઓ અને બે એરમેન શામેલ છે. ન્યૂઝ એજન્સી એએફપીએ આ માહિતી આપી છે. આ સમયે સમગ્ર વિશ્વની નજર ઇરાન અને અમેરિકા વચ્ચેના તણાવ પર છે. બંને દેશો વચ્ચે યુદ્ધનું જોખમ હોવાનું લાગી રહ્યું છે. આ અગાઉ ઇરાન અને ઇરાકએ યુએસ અને ગઠબંધન સૈન્ય મથકો પર ડઝનથી વધુ મિસાઇલો દ્વારા હુમલો કર્યો હતો.

ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર ઇરાને ઇરાકના અલ-બલાદ એરબેઝ પર યુએસ સૈન્ય મથક ઉપર આઠ રોકેટ ફાયર કર્યા છે, જેમાં ચાર લોકો ઘાયલ થયા છે. અલ-બલાદ એરબેઝ ઇરાકના એફ -16 લડવૈયાઓનું મુખ્ય એરબેઝ છે, જે અમેરિકાની હવાઈ ક્ષમતાને વધારવા માટે ખરીદવામાં આવ્યું છે.

આર્મીના સૂત્રોએ એએફપીને જણાવ્યું હતું કે આ બેઝ પર અમેરિકન એરફોર્સ અને કોન્ટ્રાક્ટરોની એક નાની ટુકડી છે. પરંતુ યુએસ અને ઈરાન વચ્ચેના તનાવને કારણે તેમાંથી મોટાભાગનાને છેલ્લા બે અઠવાડિયાથી હટાવી લેવામાં આવ્યા છે. ઈરાની રક્ષકોનું કહેવું છે કે આઠ જાન્યુઆરીએ તેમનો હુમલો કોઈ અમેરિકન સૈનિકની હત્યા કરવાનો હતો નહીં. જોકે, આ ક્ષણે તે એટલું સ્પષ્ટ છે કે ઈરાને આ હુમલાથી સ્પષ્ટ કરી દીધું છે કે અમેરિકા સામે તેનું વલણ હજી નરમ પડ્યું નથી.

તમને જણાવી દઈએ કે અમેરિકા ઈરાન સાથે વાટાઘાટો કરવા તૈયાર છે. પણ હવે આવી પરિસ્થિતિઓ જોવા મળી રહી છે કે બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય થવાના વર્તારા મળી રહ્યા નથી. ઇરાને ઇરાકમાં યુ.એસ. સૈન્ય મથકો ઉપર રોકેટ ફાયર કર્યા છે. યુએસ આર્મીનું વલણ રહ્યું છે કે હુમલો થયા બાદ તે ક્યારેય ચૂપ બેસતી નથી. આવી સ્થિતિમાં બંને દેશો વચ્ચેનો તણાવ વધી શકે છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો કે ઈરાન સાથે વાટાઘાટોના દ્વાર હજી ખુલ્લા છે. યુએસ સંરક્ષણ પ્રધાન માર્ક એસ્પરે કહ્યું કે ટ્રમ્પ હજી પણ ઈરાનના નેતાઓ સાથે વાટાઘાટો કરવા તૈયાર છે. પરંતુ આ હુમલા પછી તે કહેવું મુશ્કેલ છે કે બંને દેશો વચ્ચેના સંબંધ સામાન્યવત થવાની અંગે આશંકા છે.