કેશ ડિપોઝીટ કરવા બેન્કો સુધી લંબાવવું નહીં પડે: કોઇપણ બેંકના ATM પરથી ટૂંકમાં જ કેશ જમા કરી શકાશે

યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ મારફતે એકથી બીજી બેંકમાં પેમેન્ટ કરવાની સુવિધા આપી દીધા બાદ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NCPCI) હવે કેશ ડિપોઝિટ માટે પણ આવા જ પગલા લેવા માટે રજૂઆત કરી રહી છે. ફીચર બેંકોની શાખાઓ અથવા તો અન્ય જગ્યા પર લાગેલા ATM ઉપર શરૂ કરવા માટેની સુવિધા આપવામાં આવનાર છે. NCPCIની બ્રાંચ અને ATM ઉપર ઇન્ટર ઓપરેબલ કેશ ડિપોઝીટ સિસ્ટમ અપનાવવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે.

આ સિસ્ટમને ઇન્સ્ટીટ્યુટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઇન બેંકિંગ ટેકનોલોજી(IDRBT) દ્વારા તૈયાર કરવામાં આવ્યા બાદ આના પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આશરે 30000 ATMને ઇન્ટર ઓપરેબલ ડિપોઝીટ મશીનમાં અપગ્રેડ કરવામાં આવી શકે છે. NCPCIનું માનવું છે કે, તેના નેશનલ ફાઈનાન્સિયલ સ્વીચ મારફતે ઇન્ટરઓપરેબલ કેશ ડિપોઝિટ સિસ્ટમ શરૂ કરવાથી સમગ્ર બેંકિંગ સિસ્ટમ માટે કરન્સી સાચવવા માટેના ખર્ચમાં ઘટાડો થશે. આમ કરવાથી ATM ઓપરેટરોને પણ મશીનમાં કેશ મુકવાના ખર્ચમાં ઘટાડો કરવામાં મદદ મળશે. ડિપોઝીટ કરવામાં આવેલા પૈસાના ઉપાડ માટે ઉપયોગ કરી શકાશે.

પ્રાઇવેટ બેંકરે નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યું છે કે, તમામ મોટી પ્રાઇવેટ બેંકો અને સરકારી બેંકોની ઇન્ટર ઓપરેબલ નેટવર્ક સાથે જોડવા માટે કહેવામાં આવ્યું છે. અલબત્ત બેંકો માટે એવી શરતોને માનવાથી પહેલા કેટલાક પાસાઓ ઉપર ધ્યાન આપવું પડશે. આ વ્યવસ્થા અપનાવતા પહેલા આના મારફતે બોગસ નોટોની હેરાફેરી રોકવા અને સિસ્ટમમાં તાલમેલ બેસાડવા માટે ફ્રેમવર્ક તૈયાર કરવાની જરૂર દેખાઈ રહી છે. ઇન્ટર ઓપરેબલ કેશ ડિપોઝીટ નેટવર્ક પર 14 બેંક પહેલાથી જ લાઇવ છે. NCPCIનો અંદાજ છે કે, IDRBTની વ્યવસ્થા અપનાવીને મોટી બેંકોને આશરે 30000 ATMને તરત જ ઇન્ટર ઓપરેબલ ડિપોઝીટ મશીનમાં અપગ્રેડ કરવામાં આવી શકે છે. આના માટે અલગથી હાર્ડવેર અપગ્રેડ કરવાની જરૂર રહેશે નહીં. NCPCI તરફથી અહેવાલ પર પ્રતિક્રિયા હજુ સુધી મળી શકી નથી.

આ યોજના લાગૂ થવાથી ગ્રાહકો માટે અન્ય બેંકોના એટીએમ પર કેશ ડિપોઝિટ કરવાની બાબત સરળ બનશે. દાખલા તરીકે HDFC બેંકના કસ્ટમરો, SBIની બ્રાંચ અથવા તો અન્ય જગ્યા પર રહેલી ડિપોઝીટવાળા ATM મારફતે પણ પૈસા જમા કરી શકશે. આ મશીનોને કેશ ડિપોઝીટ મશન અથવા તો કેશ રિસાઇક્લર નામ આપવામાં આવે છે. આ સુવિધાથી સૌથી વધારે ફાયદો ઇ-કોમર્સ કંપનીઓ અને ફુડ એગ્રીગ્રેટર્સને મળી શકે છે.