મુસાફરોને મોટી રાહત: રેલવે રિઝર્વેશન નહીં હશે તો પણ મળશે સીટ, શરૂ કરાઈ આ સુવિધા

જો તમે વારંવાર રેલ્વે મુસાફરી કરો છો અને કન્ફર્મ સીટ અંગે ચિંતિત છો, તો રેલ્વેએ તમને મોટી રાહત આપી છે. ભારતીય રેલ્વેએ ઓનલાઇન રિઝર્વેશન ચાર્ટ બતાવવાનું શરૂ કર્યું છે. મુસાફરો હવે રિઝર્વેશન ચાર્ટ બનાવ્યા પછી ખાલી, બુક કરેલી અને આંશિક બુક કરાવેલી બર્થ વિશે માહિતી મેળવી શકે છે.

રેલવેમંત્રી પિયુષ ગોયલે ટવિટ કર્યું હતું કે “મુશ્કેલી વિના રેલયાત્રા: મુસાફરો હવે ફક્ત એક ક્લિક કરીને ચાર્ટ બન્યા પછી ખાલી, બુક કરેલી અને આંશિક બુક કરાવેલી બેઠકોની માહિતી મેળવી શકે છે. ચાર્ટ બનાવ્યા બાદ મુસાફરોને ટ્રેનમાં સીટ ખાલી છે કે નહીં તે અંગેની માહિતી મળશે.”

પ્રથમ રિઝર્વેશન ચાર્ટ ઓનલાઇન જોઇ શકાય છે. ટ્રેન સ્ટેશન પર આવવાના ચાર કલાક પહેલા પ્રથમ રિઝર્વેશન ચાર્ટ જોઈ શકાય છે. જ્યારે બીજા ચાર્ટને ટ્રેન જવાના અડધા કલાક પહેલાં જોઈ શકાય છે. બીજા ચાર્ટમાં બેઠકોની ફાળવણીમાં ફેરફાર બતાવશે.

આ નવી સુવિધા IRTCના ઇ-ટિકિટ બુકિંગ પ્લેટફોર્મના વેબ અને મોબાઇલ બંને વર્ઝન પર ઉપલબ્ધ હશે. નવા ઇન્ટરફેસમાં, ભારતીય રેલ્વેની આરક્ષિત ટ્રેનમાં ઉપયોગમાં લેવામાં આવતી તમામ નવ શ્રેણીઓનો લેઆઉટ જોવા મળશે.

આવી રીતે જોઈ શકાય છે…

  • IRTC વેબસાઇટ પર લોગીન કરો, જેમાં ચાર્ટ્સ-ખાલી જગ્યાઓ જોવા માટે એક નવો વિકલ્પ દેખાશે. જલદી તમે પેજ પર ક્લિક કરશો, એક નવું વેબ પેજ ખુલશે.
  • આમાં તમારે મુસાફરી, ટ્રેન નંબર, મુસાફરીની તારીખ અને બોર્ડિંગ સ્ટેશનની વિગતો આપવાની રહેશે. આ બધી વિગતો દાખલ કર્યા પછી, ‘ગેટ ટ્રેન ચાર્ટ’ વિકલ્પ પર ક્લિક કરો.
  •  હવે તમે રિઝર્વેશન ચાર્ટ પણ જોઈ શકશો. શ્રેણી  અને કોચ આધારે ખાલી બેઠકો જોઈ શકો છો.
  • લેઆઉટ જોવા માટે તમે કોચ નંબર પર ક્લિક કરી શકો છો.