ટી-20 રેન્કિંગમાં રાહુલ છઠ્ઠા ક્રમે ટોચનો ભારતીય બેટ્સમેન, કોહલી 9માં ક્રમે

રેન્કિંગમાં રાહુલના રેન્કિંગ પોઇન્ટ વધ્યા પણ તે છઠ્ઠા ક્રમે જળવાઇ રહ્યો
પહોંચ્યો, રોહિત ટોપ ટેનમાંથી આઉટ
બોલર્સ રેન્કિંગમાં કોઇ ફેરફાર ન થયો, ટોપ ટેનમાં 8 સ્પિનરે સ્થાન જમાવ્યું
દુબઇ, તા. 11 : ભારતીય ઓપનર લોકેશ રાહુલે શનિવારે જાહેર થયેલા આઇસીસી ટી-20 રેન્કિંગમાં બેટ્સમેનોની યાદીમાં પોઇન્ટમાં નજીવા વધારા સાથે પોતાનું છઠ્ઠુ સ્થાન જાળવી રાખ્યું હતું, જ્યારે કેપ્ટન વિરાટ કોહલી એક ક્રમના સુધારા સાથે 9માં ક્રમે પહોંચી ગયો છે. અન્ય ઓપનર રોહિત શર્મા ટોપ ટેનમાંથી આઉટ થઇ ગયો છે. ઇંગ્લેન્ડનો કેપ્ટન ઇયોન મોર્ગન પણ એક ક્રમના સુધારા સાથે ટોપ ટેનમાં સામેલ થયો છે. ભારત અને શ્રીલંકા વચ્ચેની ટી-20 સીરિઝ પૂર્ણ થયા પછી આ રેન્કિંગ જારી કરવામાં આવ્યા છે.
ભારતે આ સીરિઝ 2-0થી જીતી લીધી છે અને રેન્કિંગમાં ટોચનો ભારતીય રહેલા રાહુલે આ સીરિઝમાં 45 અને 54 રનની ઇનિંગ રમી હતી. જેનાથી તેના રેટિંગ પોઇન્ટમાં 26 પોઇન્ટનો વધારો થયો છે અને તે ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલથી માત્ર 6 પોઇન્ટ દૂર છે. પૂણે ટી-20માં અર્ધસદી ફટકારનાર શિખર ધવન પણ એક ક્રમના ફાયદા સાથે 15માં ક્રમે પહોંચી ગયો છે. જ્યારે મનીષ પાંડે 4 ક્રમ ઉપર ચઢીને 70માં ક્રમે છે.

બોલર્સ રેન્કિંગમાં ટોપ ટેન યથાવત, પણ ભારતીય બોલરોને મોટો ફાયદો
મેન ઓફ ધ સીરિઝ બનેલો નવદીપ સૈની 146 ક્રમનો હનુમાન કુદકો મારીને 98માં સ્થાને પહોંચ્યો
શાર્દુલ ઠાકુરે 92માં ક્રમે એન્ટ્રી કરી, તો જસપ્રીત બુમરાહ 8 ક્રમ ઉપર ચઢીને 39માં ક્રમે પહોંચ્યો
દુબઇ, તા. 11 : આઇસીસીએ જાહેર કરેલા ટી-20 રેન્કિંગમાં બોલર્સના ટોપ ટેનમાં કોઇ ફેરફાર થયો નથી, પણ શ્રીલંકા સામેની સીરિઝ પછી ટોપ ટેન બહાર ભારતીય બોલરોને મોટો ફાયદો થયો છે, અને તેના કારણે ઓસ્ટ્રેલિયામાં રમાનારા વર્લ્ડકપ પહેલા તેનાથી તેમનું મનોબળ ચોક્કસ વધશે. મેન ઓફ ધ સીરિઝ જાહેર થયેલા નવદીપ સૈનીએ 146 ક્રમનો હનુમાન કુદકો મારીને 98માં ક્રમે પહોંચી ગયો છે. આ સિવાય મેન ઓફ ધ મેચ રહેલા શાર્દુલ ઠાકુરે 98માં ક્રમે ફરી એન્ટ્રી કરી છે. ફિટ થઇને વાપસી કરનારા જસપ્રીત બુમરાહ 8 ક્રમના સુધારા સાથે 39માં ક્રમે પહોંચ્યો છે.