અનુરાગ કશ્યપ કેમ સરકાર વિરોધી થયો તેની પાછળનું કારણ આવ્યું બહાર

ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ હાલમાં કેન્દ્ર સરકાર પર સતત શાબ્દિક હુમલાઓ કરી રહ્યો છે, તેણે કેટલીક ટિ્વટ્સમાં મર્યાદા ઓળંગીને અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો છે. જો કે અનુરાગ કશ્યપે કેમ સરકાર વિરોધી મોરેચો સંભાળ્ચો તેની સામેનું કારણ ભાજપ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. ભાજપ દ્વારા અનુરાગ કશ્યપે સરકારને લખેલા કેટલાક પત્ર જાહેર કર્યા છે અને લખ્યું છે કે સરકારી મધ ચાટવાનું બંધ થયું તેના કારણે આ દિગ્દર્શક ચિઢાયો છે.

ઉત્તર પ્રદેશ ભાજપના પ્રવક્તા શલભ મણિ ત્રિપાઠીએ એક ટિ્વટ કર્યું છે. તેમણે અનુરાગ કશ્યપના પત્રની કોપી શેર કરતા લખ્યું છે કે પિટાઇ ગયેલી ફિલ્મો માટે સરકારી ભીખ ન મળી તો અનુરાગ કશ્યપ ચિઢાઇને ગાળાગાળી પર ઉતરી આવ્યો. કેટલીક સરકારો તેની ફ્લોપ ફિલ્મો પર પણ કરોડો આપતી હતી અને યશ ભારતી પેન્શનનું મધ ચટાડતી હતી. યોગી સરકારે આ મફતનું પેન્શન બંધ કરીને એ પૈસા ગરીબો, વિધવાઓ, ખેડૂતોને વહેંચી દીધા, તેની જ આ ચીઢ છે.

અન્ય એક ટિ્વટમાં શલભ મણિં ત્રિપાઠીએ લખ્યું છે કે પીએમ મોદી, અમિત શાહ અને યોગી આદિત્યનાથ સાથેની નફરતનું કારણ સમજો. ફ્લોપ ફિલ્મો પર પણ પ્રજાની મહેનતીની કમાણી ઉડાવીને વહેંચનારી સરકારી ભીખ અને પેન્શનની ભેટ ભાજપ સરકાર આવતા જ બંધ થઇ ગઇ તો પછી મફતિયાઓની નફરત તો ભડકવાની જ હતીને. 2016માં ઉત્તરપ્રદેશની અખિલેશ સરકારે અનુરાગ કશ્યપની મસાન ફિલ્મ માટે 2 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું હતું. અનુરાગે પોતાની ફિલ્મ મુક્કાબાજ અને સાંડ કી આંખ માટે પણ અનુદાન માગ્યું હતું પણ ઘણી ઓપચારિકતા પુરી ન થવાથી યોગી સરકારે બંને ફિલ્મોને ફંડ નહીં આપ્યું અને તેના કારણે અનુરાગ નારાજ થઇ ગયો છે.