વડોદરાના પાદરામાં આવેલા ઓક્સિજન પ્લાન્ટમાં આગ, પાંચ લોકોના મોત

વડોદરામાં આવેલા ઓક્સિજન પ્લાન્ટમાં આજે સવારે અચાનક વિસ્ફોટ થયો હતો જેમાં પાંચ લોકો માર્યા ગયા હતા. જ્યારે 15 કરતાં વધુ લોકોને ઈજા પહોંચી હતી.

જાણવા મળ્યા મુજબ વડોદરાના પાદરાના ગવાસદ ગામ ખાતે આવેલી ઓક્સિજન પ્લાન્ટમાં શનિવારે સવાર અચાનક બ્લાસ્ટ થયો હતો. જેમાં પાંચ કર્મચારીઓ જીવતા ભૂંજાઈ ગયા હતા.

ઘટના સ્થળે પહોંચેલી સ્થાનિક ફાયર બ્રિગેડ અને પોલીસે ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હજુ સુધી પ્લાન્ટમાં ક્યા કારણોસર વિસ્ફોટ થયો હતો તે અંગે જાણી શકાયું નથી.