આજે રાત્રે કેટલા વાગ્યે થશે મંદ ચંદ્રગ્રહણ, કેટલા સમય સુધી ચાલશે? ગ્રહણનો સૂતક કાળ નથી? જાણો વધુ

10 જાન્યુઆરી એટલે કે આજે રાત્રે 2020નું પહેલું ચંદ્રગ્રહણ થશે. આ ચંદ્ર ગ્રહણ આજે રાત્રે 10 વાગ્યે 38 મીનીટથી શરૂ થઇને રાતના 2 વાગ્યા 42 મિનિટ સુધી ચાલશે. આજે રાત્રે થનારું ચંદ્ર ગ્રહણને માંદ્ય ચંદ્ર ગ્રહણ થશે.

ચંદ્રમાંનો આશરે 90 ટકા ભાગ ડાર્ક થઈ જશે. ચંદ્ર સૂંપર્ણપણે ઠંકાશે નહી. આ ક્રિયામાં ચંદ્રમાંનો કોઇ પણ ભાગ અસરકારક નહીં હોય જેના કારણથી ગ્રહણની સૂતક કાળની અસર રહેશે નહીં.

ભારતમાં આ ચંદ્ર ગ્રહણ જોવા મળશે. જ્યોતિષ મુજબ જોવામાં આવે તો આ ચંદ્ર ગ્રહણ મિથુન રાશિના પુનર્વસુ નક્ષત્રમાં થશે. ભારત સિવાય આ ચંદ્ર ગ્રહણ અમેરિકા, કેનેડા, બ્રાઝીલ, અર્જેટીના જેવા દેશોમાં જોવા મળશે.

ચંદ્ર ગ્રહણ લાગવાના નવ કલાક પહેલા સૂતક લાગી જાય છે. પરંતુ આજે રાત્રે થનારું ચંદ્ર ગ્રહણમાં સૂતકની અસર નહી થાય. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ચંદ્ર ગ્રહણ નથી આ તો માત્ર ઉપછાયા ચંદ્ર ગ્રહણ કે મંદ ચંદ્રગ્રહણ છે. ભારતીય જ્યોતિષ પંચાગ અનુસાર ઉપછાયા ચંદ્ર ગ્રહણને તેની શ્રેણીમાં રાખવામાં આવતું નથી. આજ કારણ છે કે આજે રાત્રે થનારા આ ચંદ્ર ગ્રહણમાં સૂતક કાળ નહીં હોય. આ સમયમાં દરેક પ્રકારના ધાર્મિક કાર્યો કરવા માટે ઇન્કાર કરવામાં આવે છે. પરંતુ આ ચંદ્ર ગ્રહણમાં સૂતક કાળ નહીં લાગે જે કારણથી દરેક પ્રકારના ધાર્મિક કાર્યો સંપન્ન થશે અને મંદિરોના કપાટ પણ ખુલ્લા રહેશે.