ICICI બેન્કની માજી CEO ચંદા કોચર સામે મોટી કાર્યવાહી, ઇડીએ કરી કરોડોની સંપત્તિ જપ્ત

આઇસીઆઇસીઆઇ બેન્કના માજી સીઇઓ અને એમડી ચંદા કોચર અને તેના પરિવાર સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મોટી કાર્યવાહી કરી છે. ઇડીએ ચંદા કોચરના મુંબઇ સ્થિત ફ્લેટ અને તેના પતિની કંપનીની કેટલીક સંપત્તિ જપ્ત કરી લીધી છે. આ જપ્ત કરવામાં આવેલી સંપત્તિનું મુલ્ય 78 કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ચંદા કોચર સામે આ કાર્યવાહી 2012માં આઇસીઆઇસીઆઇ બેન્કમાંથી મળી આવેલા 3,250 કરોડ રૂપિયાની લોન કૌભાંડ મામલે થઇ રહી છે.

બેન્ક પાસેથી લોન લેનાર વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ચંદા કોચરના પતિની કંપનીમાં રોકાણ મામલે હેરાફેરીના આરોપ પછી ચંદા કોચરે ઓક્ટોબર 2018માં રાજીનામુ આપી દીધું હતું. હાલમાં તેણે પોતાની સામે બેન્ક દ્વારા જારી કરાયેલા સસ્પેન્શન લેટરને મુંબઇની વડી અદાલતમાં પડકાર્યો છે. તેમણે આ લેટરને કાયદેસર ગણવાની અપીલ કરી છે તે જેમાં તેમણે ઓક્ટોબર 2018માં વહેલા રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી. 2018મા કોચરને બેન્ક દ્વારા લેટર મળ્યો હતો કે તેમની સામેની તપાસને ધ્યાને લઇને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બેન્કે તેમને 2008થી મળનારા તમામ લાભોમાંથી બાકાત રાખ્યા છે. આ રકમ ઘણી મોટી આંકવામાં આવી રહી છે.