યુવતીના કાનમાં હતો ઈયર ફોન અને સામેથી આવી ધસમસતી ટ્રેન, પછી નીકળી એક ચીચીયારી

ક્યારેક મોબાઈલ ફોનની ધેલછા માણસ માટે જીવનું જોખમ બની જાય છે. આવી  જ એક ઘટના મુંબઈના કલ્યાણમાં બની છે. 28 વર્ષની યુવતી મોબાઈલની સાથે કાનમાં ઈયર ફોન લઈને રેલવે ટ્રેક ક્રોસ કરી રહી હતી અને તેવા સમયે ધસમસતી ટ્રેન આવી ગઈ હતી.

મુંબઈના કલ્યાણ સ્ટેશનની ઘટના છે. થાણેના કલ્યાણના લોક ઉદ્યાન કોમ્પલેક્સમાં રહેતી 28 વર્ષીય અંત્યુદેવી દુબે ગઈકાલે કલ્યાણમાં રેલવે ટ્રેક પાસેથી પસાર થઈ રહી હતી. ટ્રેક ક્રોસ કરતી વખતે તેના કાનમાં ઈયર ફોન હતો અને પાછળથી આવી રહેલી ટ્રેનનો અવાજ તેને સંભળાયો ન હતો. અંત્યુદેવી કોલેજમાં અભ્યાસ કરતી હતી.

પાછળથી ધસમસતી આવેલી ટ્રેને અંત્યુદેવીને અડફેટે લીધી હતી. સંગલવાડી નજીક આ ઘટના બની હતી. રેલવે પોલીસે કહ્યું કે ટ્રેને અડફેટમાં લીધી ત્યારે યુવતીએ કાનમાં ઈયર ફોન પહેર્યો હતો, જેના કારણે તેને ટ્રેનનો અવાજ સંભળાયો નહતો અને તે ટ્રેનની નીચે કચડાઈ ગઈ હતી.