T-20 વર્લ્ડ કપને લઈ ધોનીના ફેન્સ માટે આવી મોટી ખુશખબર

પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિની અટકળો વચ્ચે ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું છે કે વિકેટકીપર-બેટ્સમેનની T -20 કારકિર્દી હજી જીવીત છે. રવિ શાસ્ત્રીએ પ્રાઈવેટ ન્યૂઝ ચેનલની વાતચીતમાં ધોની વિશે વાત કરતા કહ્યું હતું કે ભારતને બે વર્લ્ડ કપ જીતનારા સુકાનીએ ક્યારેય પોતાની જાતને ટીમ પર લાદી નથી. કોચ શાસ્ત્રીએ કહ્યું કે, ‘ધોનીની T-20 કારકીર્દિ હજી જીવંત છે. તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માં રમશે.

રવિ શાસ્ત્રીએ કહ્યું, ‘હું ધોની વિશે એક વાત જાણું છું કે તે ક્યારેય ટીમ પર પોતાને લાદતો નથી. જો તેને લાગે છે કે તે રમવાનું ચાલુ રાખી શકશે નહીં, તો તે ટેસ્ટ ક્રિકેટની જેમ કહેશે કે મેં ઘણું ક્રિકેટ રમ્યું છે, પરંતુ જો તે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરે તો તે આગળ પણ આ ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખી શકે છે. જો આપણે રવિ શાસ્ત્રીના સંકેતોને સમજીએ તો સ્પષ્ટ છે કે આ વર્ષે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T-20 વર્લ્ડ કપમાં ધોની ભારતીય ટીમનો ભાગ બનશે.

જોકે, ધોની જુલાઈ 2019થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો નથી, પરંતુ તેણે નિવૃત્તિ વિશે સીધી વાત કરી નથી. આવી સ્થિતિમાં, તેનો ઓસ્ટ્રેલિયામાંનો અનુભવ ટીમ માટે એકદમ ઉપયોગી થઈ શકે છે. આઈપીએલમાં તેનું રમવું પણ તેની વર્લ્ડ કપની તૈયારીઓનો એક ભાગ માનવામાં આવી રહ્યું છે. એ  જોવું રસપ્રદ રહેશે કે ધોની ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે પસંદ કરેલી ભારતીય ટીમમાં સ્થાન મેળવી શકે કે છે નહીં.