જૂઓ વાયરલ વીડિયો: સારા અલી ખાનને કીસ કરવાની કોશીશ, તો ગભરાઈ ગઈ અભિનેત્રી

ફિલ્મ અભિનેત્રી સારા અલી ખાન એક પ્રખ્યાત સ્ટાર કિડ્ઝ પૈકીની એક છે. તે પાપારાઝીની પ્રિય પણ છે. સારા હંમેશાં નમસ્તે સાથે શટરબગ્સને શુભેચ્છા આપતી જોવા મળે છે અને ફોટા પાડવા માંગતા ફેન્સને તેણે ક્યારેય નિરાશ કર્યા નથી. ‘સિમ્બા’ અભિનેત્રી સારા તાજેતરમાં જ તેના જીમની બહાર જોવા મળી હતી. તે વ્હાઇટ ટોપ, ગ્રીન એન્ડ બ્લેક શોર્ટ્સમાં સુંદર દેખાતી હતી.

સારાએ પાપારાઝીઓને હંમેશની જેમ નમસ્કાર કર્યા અને કાર તરફ પ્રયાણ કર્યું, જ્યારે તેના કેટલાક ફેન્સે તેને અટકાવી હતી અને સાથે ફોટો ખેંચવાની વિનંતી કરી. આ પછી સારાએ નમ્રતાથી તેમની સાથે ફોટો ખેંચાવા ઉભી થઈ હતી. આ દરમિયાનમાં  એક ફેન્સ સારા સાથે હાથ મિલાવવા માટે તેનો હાથ લંબાવે છે અને સારા પણ અભિનંદન આપવા માટે તેનો હાથ લંબાવે છે. ફેન સારાના હાથને કીસ કરવાનો પ્રયાસ કરે છે.

https://www.instagram.com/p/B7F4bX-Hw8s/?utm_source=ig_web_copy_link

જોકે, મામલો વધે તે પહેલાં તેનો બોડીગાર્ડ દખલ કરે છે અને સારા તેની કારમાં બેસે છે. માતા અમૃતા સિંહ અને ભાઈ ઇબ્રાહીમ અલી ખાન સાથે માલદીવમાં રજા બાદ સારા તાજેતરમાં જ માલદીવથી પરત ફરી છે. તેના વિદેશી ટૂરના ફોટા અને વીડિયોને સોશિયલ મીડિયા પર તેના ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. જ્યારે હાલ તેની પાસે ફિલ્મ નિર્દેશક ડેવિડ ધવનની ફિલ્મ કુલી નંબર-1 છે. કૂલી નંબર-1 ગોવિંદની ફિલ્મની રિમેક છે.