દેશના સૌથી ચકચારિત નિર્ભયા કેસમાં આવતીકાલે સુનાવણી

નિર્ભયાની માતાએ કરેલી અરજીની સુનાવણી કરતી વખતે પટિયાલા હાઉસ કોર્ટે દોષિતોના ડેથ વોરંટની સુનાવણી માટે સાત જાન્યુઆરીની તારીખ આપી હતી. હવે મંગળવારે કોર્ટમાં સુનાવણી છે. ગુનેગારો પાસે હજી પણ ક્યુરેટિવ પિટિશન અને દયાની અરજી માટે વિકલ્પો છે.

અગાઉ પણ નિર્ભયાના ગુનેગારોએ જેલમાં ગુનાહિત કેસના કાવતરાં ઘડ્યા હોવાના અહેવાલો આવ્યા હતા. તેઓ તેમની સામે નવો ગુનાહિત કેસ દાખલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી તેમની ફાંસી થોડા સમય માટે મુલતવી રાખવામાં આવે.

નિર્ભયાના ગુનેગારોની ફાંસીને લઈને ફરી એકવાર હંગામો તેજ થઈ ગયો છે. જેલ વહીવટી તંત્રની તૈયારીઓ જોતા લાગે છે કે તેમના વતી ફાંસીની તૈયારી અંતિમ તબક્કે છે, જો મોડું થઈ રહ્યુ છે તો તે માત્ર કોર્ટના આદેશ આપવાને લઈને છે. અહેવાલ છે કે તિહાર જેલ પ્રશાસને ચારેય દોષીઓને એક સાથે લટકાવવાની વ્યવસ્થા કરી છે.

તિહાડ જેલમાં આશરે 25 લાખ રૂપિયાના ખર્ચે નવું બોર્ડ બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ સ્પષ્ટ થઈ ગયું છે કે ચારેયને એક સાથે ફાંસી આપવામાં આવશે. ઉલ્લેખનીય છેકે, તિહાર વહીવટીતંત્ર પહેલા જ કહી ચુકી છે કે ચારેય દોષીઓને એક સાથે જ ફાંસી આપવી જોઇએ.