નીતિન પટેલ બોલ્યા “ ગુજરાતમાં 1000 બાળકો જન્મે છે અને તેમાંથી 30 બાળકો મોતને ભેટે છે”!

અમદાવાદ-રાજકોટની સરકારી હોસ્પિટલોમાં પાછલા એક મહિના દરમિયાન બાળકોના મોતનો મામલો ઘૂમરાયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પત્રકારોને જવાબ આપ્યા વિના જતા રહ્યા તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સરકાર વતી કેટલીક સ્પષ્ટતા સાથે ખુલાસો કર્યો અને જણાવ્યું કે ગુજરાતમાં એક હજાર બાળકોનો દર મહિને જન્મ થાય છે અને તેમાંથી 30 બાળકો મોતને ભેટે છે. દર વર્ષે 12 લાખ બાળકો જન્મે છે

સવાલ એ થાય છે કે દર વર્ષે 12 લાખ બાળકો જન્મે છે અને એક હજારે 30 બાળકો મૃત્યુ પામે છે. જો દર વર્ષે ગુજરાતમાં 12 લાખ બાળકો જન્મતાં હોય તો એક હજારે 30 બાળકોના મોતની ગણતરીએ ગુજરાતમાં 35થી 36 હજાર બાળકો દર વર્ષે મોતને ભેટે છે.

તેમણે કહ્યું કે ગુજરાત સરકાર આ મામલે સંવેદનશીલ છે અને બાળકો કેવી રીતે મૃત્યુ પામ્યા તેનો રિપોર્ટ અને માહિતી મંગાવવામાં આવી છે. અમદાવાદ અને રાજકોટની હોસ્પિટલોમાં બાળકો કેવી રીતે મૃત્યુ પામ્યા અને તેના આંકડાઓ આવશે એટલે વિગતવાર માહિતી આપવામાં આવશે.

તેમણે કહ્યું કે આ પહેલાં મૃત્યુ દર 40થી 45નો હતો અને સરકાર દ્વાર થયેલા પ્રયાસોના કારણે મૃત્યુ દરમાં ઘટાડો થયો છે. સરેરાશ કરતાં વધાર મૃત્યુ થયા હોય તો એ સો ટકા ચિંતાનો વિષય છે. કોટમાં બાળકો મૃત્યુ પામ્યા તે અંગે તેમણે કહ્યું કે કોઈ પણ વાતને જૂદી રીતો જોવાની જરૂર નથી.

તેમણે પ્રશ્ન પૂછી  રહેલા પત્રકારને કહ્યું હતું કે તમે મામલાને ટવિસ્ટ કરો છો, હું આટલી સુંદર માહિતી આપી રહ્યો છું અને તેને અલગ રીતે લેવાની જરૂર નથી.