બિલ્ડીંગ જેટલી ઉંચી-ઉંચી ચોપડીઓ? ખરેખર આટલા ઉંચા પુસ્તકો છે કે પછી કોઈ ઈમારત છે? જાણો વધુ

વિશ્વમાં અનેક પ્રકારની વસ્તુઓ અજબ ગજબની અનુભૂતિ કરાવે છે. વિશ્વની સાત અજાયબીઓને પણ ટક્કર મારે તેવી ઈમારતો બાંધવામાં આવી છે અને આવી જ એક ઈમારત અમેરિકાની કેન્સાસ શહેરમાં બાંધવામાં આવી છે. આ ઈમારત છે કેન્સાસ સિટી લાયબ્રેરી. કેન્સાસ સિટી લાયબ્રેરીનું નિર્માણ પણ પુસ્તક આકારે કરવામાં આવ્યું છે. દુરથી એવું જ દેખાય કે કોઈ પુસ્તકોનો મોટો ભંડાર છે. પણ હકીકતમાં આ એક લાયબ્રેરી છે.

અમેરિકાના મિસૌરીના કેન્સાસ સિટીમાં આવેલી કેન્સાસ સિટી પબ્લિક લાઇબ્રેરીની મેઈન બ્રાન્ચ છે. ચોક્કસપણે અમેરિકાની સૌથી સુંદર જાહેર પુસ્તકાલયોમાં આ લાયબ્રેરી નંબર વન છે.

હકીકતમાં 1906માં આ સ્થળે બેન્ક શરૂ કરવામાં આવી હતી. પણ 20મી સદીમાં આ ઈમારતમાં ફેરફાર કરીને તેને લાયબ્રેરીમાં ફેરવવામાં આવી અને આધુનિક આર્ટીકેચર દ્વારા તેનું પ્લાનીંગ કરવામાં આવ્યું.20મી સદીના ઉત્તમ સ્થાપત્યોમાં લાયબ્રેરીની ગણના થાય છે.