અમેરિકા-ઈરાન આમને સામને, જાણો ક્યો દેશ છે કોની સાથે?

અમેરિકાએ ઇરાકમાં ઈરાની સેનાના સૌથી હાઈ પ્રોફાઇલ સૈન્ય અધિકારી મેજર જનરલ કાસીમ સુલેમાનીને મારી નાંખ્યો છે. કાસીમ સુલેમાનીના ખાત્મા બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો છે. ઈરાન તેના સૈન્ય અધિકારીની હત્યાને લઈને ગુસ્સાથી ઉકળી રહ્યું છે. તેણે બગદાદમાં યુએસ દૂતાવાસમાં રોકેટ ચલાવીને હુમલો કર્યો.

હવે ફરીથી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે કે જો ઇરાન યુએસ સૈન્ય અથવા જનતા પર કોઈપણ પ્રકારનો હુમલો કરે છે, તો યુએસના રડાર પર 52 સ્થળો છે. આ તમામનો નાશ કરાશે. બંને વચ્ચે વધી રહેલા તનાવથી વિશ્વને ભોગવવું પડી રહ્યું છે. બધા દેશો સક્રિય થઈ ગયા છે. બંને દેશો સાથે કોઈને કોઈ દેશ જોડાયેલો છે. ચાલો આપણે જણાવીએ કે હાલમાં કયો દેશ અમેરિકા સાથે છે અને કોણ હાલમાં ઈરાન સાથે છે.

હકીકતમાં ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કહ્યું હતું કે જો તેઓ વાજ નહીં આવે તો તેનો નાશ કરાશે. આ સાથે જ એવા સમાચાર પણ મળી રહ્યા છે કે ઈરાન સાથે વધતી દુશ્મનાવટના મુદ્દે અમેરિકા ભારત સાથે સંપર્કમાં છે. આ સંઘર્ષની વચ્ચે યુરોપિયન યુનિયન દ્વારા શાંતિ માટે અપીલ કરવામાં આવી છે. યુરોપિયન યુનિયનની વિદેશ નીતિના વડા જોસેફ બ્યુરેલે શનિવારે તણાવ ઘટાડવા પર ભાર મૂક્યો હતો અને બંને દેશોને શાંતિ પુન:સ્થાપિત કરવા અપીલ કરી છે.

અમેરિકાની સાથે રહેલા દેશો

ઈઝરાયલ, ઈંગ્લેન્ડ(બ્રિટન), ફ્રાન્સ, સાઉદી અરબ, જોર્ડન. અને યુનાઈટેડ આરબ અમીરાત

ઈરાન સાથે રહેલા દેશો

ચીન, યમન, લેબનન, સિરીયા, પેલેસ્ટાઈન, જર્મની