શેરબજારના અમિતાભનું બિરુદ પામેલા હર્ષદ મહેતા પર આધારિત “ધ બિગ બૂલ”નું પોસ્ટર રિલીઝ, જૂઓ અભિષેકનો લૂક

અભિષેક બચ્ચનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધ બિગ બુલ’ નો પહેલો લુક બહાર આવ્યો છે. ફાઇનાન્સિયલ ક્રાઈમ ડ્રામા ફિલ્મ ‘ધ બિગ બુલ’ ભારતીય શેરબ્રોકર હર્ષદ મહેતા પર આધારિત છે. આર્થિક ગુના બદલ હર્ષદની ધરપકડ કરવામાં આવી હતી. હર્ષદ મહેતાની સામે અનેક ગુનાહિત આરોપો લગાવવામાં આવ્યા હતા અને ચાર કેસમાં તેમને દોષી ઠેરવવામાં આવ્યા હતા. કુકી ગુલાટી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 1990 અને 2000ની વચ્ચેની સાચી ઘટનાઓ અને ભારતના મોટા નાણાકીય ક્ષેત્રમાં આવેલા પરિવર્તન પર આધારિત છે.

ફિલ્મના આ પોસ્ટરમાં અભિષેક બચ્ચન અંધારામાં જોવા મળી રહ્યો છે અને તે હોઠ પર આંગળી રાખેલી છે. આ પોસ્ટરના બેકગ્રાઉન્ડમાં લખાયું છે, 2020-ઈઝ ધ યર ઓફ બિગ બૂલ, એ વ્યક્તિ જેણે ભારતને તેના સપના વેચ્યા હતા. આ ફિલ્મમાં ઇલિયાના ડિક્રુઝ પણ છે.

આ ફિલ્મનું પોસ્ટર તરણ આદર્શે તેમના ટવિટર પર શેર કર્યું છે. જો આપણે હર્ષદ મહેતાની વાત કરીએ તો 2001માં 27 વર્ષની વયે તેમનું અવસાન થયું. તેમને ‘બિગ બુલ’ કહેવાયો, કારણ કે તેમણે શેરબજારમાં તેજીની શરૂઆત કરી હતી. અભિષેક જેની ભૂમિકા નિભાવી રહ્યો છે તે હર્ષદને ‘સ્ટોક માર્કેટના અમિતાભ બચ્ચન’ કહેવાતા.

હર્ષદ મહેતાનો ફાઈલ ફોટો…

આ સિવાય અભિષેક ફિલ્મ ‘લુડો’માં જોવા મળશે. અનુરાગ બાસુ દિગ્દર્શિત આ ફિલ્મમાં રાજકુમાર રાવ, આદિત્ય રોય કપૂર, પંકજ ત્રિપાઠી અને ફાતિમા સના શેખ, માન્યા મલ્હોત્રા જેવા સ્ટાર્સ પણ છે. આ ફિલ્મ આ 24 એપ્રિલે રિલીઝ થશે. આ સિવાય જુનિયર બચ્ચન બોબ વિશ્વાસમાં પણ જોવા મળશે.