2019માં સ્માર્ટફોન પર પોર્ન જોવામાં સૌથી આગળ ભારત, બીજા ક્રમે રહ્યો આ દેશ

દેશમા જે સ્પીડથી સ્માર્ટફોન લોકોના જીવનમાં ઘુસણખોરી કરી રહ્યો છે, તે જ સ્પીડથી પોર્ન જોનારાની સંખ્યા પણ વધતી જઇ રહી છે. 2019માં સ્માર્ટફોન પર પોર્ન જોવા મામલે વિશ્વમાં ભારત પહેલા ક્રમે રહ્યું છે. નવા રિપોર્ટમાં આ ખુલાસો થયો હતો કે 2019માં ભારતમાં 89 ટકા લોકોએ મોબાઇલ ડિવાઇસ પર પોર્ન જોયું હતું. આ આંકડો 2017 કરતાં 3 ટકા વધારે છે. 2017માં ભારતમાં મોબાઇલ પર પોર્ન જોનારાની સંખ્યા 86 ટકા રહી હતી.

એડલ્ટ એન્ટરટેઇનમેન્ટ સાઇટ પોર્નહબના જણાવ્યા અનુસાર વિશ્વભરમાં દર 4માંથી 3 વ્યક્તિ મોબાઇલ પર પોર્ન જુએ છે. મતલબ કે પોર્ન જોવા માટે ડેસ્કટોપ અને લેપટોપ જેવા ડિવાઇસ હવે લોકો માટે સેકન્ડરી ચોઇસ બની ગયા છે. 2019માં વૈશ્વિક સ્તરે પોર્નહબના મોબાઇલ ટ્રાફિકનો હિસ્સો 77 ટકા પર પહોંચી ગચો હતો. જે એક વર્ષ પહેલા કરતાં 10 ટકા વધારે હતો.

મોબાઇલ પર પોર્ન જોવા મામલે બીજા ક્રમે 81 ટકા સાથે અમેરિકા અને 79 ટકા સાથે બ્રાઝિલ ત્રીજા ક્રમે છે. તો જાપાનમાં 70 ટકા લોકો મોબાઇલ વડે પોર્નહબ પર પહોંચ્યા હતા અને યુકેમાં 74 ટકા લોકોએ મોબાઇલ પર પોર્ન જોયું હતું. પોર્નહબના યર ઇન રિવ્યુ રિપોર્ટમાં એનવો ખુલાસો થયો છે કે 2013માં પોર્નહબના કુલ ટ્રાફિકમાં મોબાઇલ ટ્રાફિકનો હિસ્સો માત્ર 40 ટકા હતો. મોબાઇલ પર પોર્ન જોવાનો ટ્રેન્ડ તમામ મુખ્ય પોર્નહબ માર્કેટમાં જોવા મળ્યો હતો.