સોનમ કપૂરે પતિ આનંદ આહુજાને કિસ કરતાં 2019ને વિદાય આપી નવા વર્ષને આવકાર્યુ

ફિલ્મ અભિનેત્રી સોનમ કપૂર અને આનંદ આહુજા બોલિવુડના સૌથી ચર્ચિત કપલમાંથી એક છે. આ કપલ હંમેશા એકબીજા સાથે વેકેશનનો આનંદ માણતું જોવા મળે છે અને તેઓ પોતાના વેકેશનના ફોટાઓ તેમજ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતાં રહે છે. સોનમે 2019ના વર્ષના છેલ્લા દિવસની વિદાય સમયનો એક વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

 

View this post on Instagram

 

This past decade has been the most brilliant. I’ve acted in some incredible movies where I’ve met some amazing people who’ve become lifelong friends. I’ve made three films with @rheakapoor and realised that sisters make the best partners and can break glass Ceilings together with our films and sartorial choices And taken our passion for fashion and started @wearerheson . I met my soulmate @anandahuja and got married to him and built a home together . But most of all this decade has taught me that life has many paths and the only path that one should take is the one paved with the right intentions. Thank you to my family and friends, thank you to films and fashion. You make me whole. May love lead your way! 🎥 @karanboolani

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on

સોનમે શેર કરેલા આ વીડિયોમાં આ કપલ કિસ કરતું જોવા મળે છે અને તેમને જોતા એવું લાગે છે કે તેઓ નવા વર્ષની ઉજવણીમાં રત છે. સોનમે વીડિયોની કેપ્શનમાં લખ્યું છે કે છેલ્લો દશકો સૌથી સારો રહ્યો, મેં ઘણી સારી ફિલ્મોમાં કામ કર્યું. અહીં હું ઘણાં શ્રેષ્ઠતમ લોકોને મળી, જે મારા લાઇફલોન્ગ ફ્રેન્ડ પણ બન્યા, મેં રિયા કપૂરની સાથે ફિલ્મ કરી અને મને લાગ્યું કે અમે બહેનો બેસ્ટ પાર્ટનર્સ પણ બની શકીએ તેમ છીએ. હું મારા સોલમેટ આનંદ આહુજાને મળી અને લગ્ન કરીને ઠરીઠામ થઇ. આ દશકમાં મને શીખવા મળ્યું કે જીવનમાં ઘણા રસ્તાઓ આવે છે પણ માત્ર એક રસ્તો પસંદ કરીને તેના પર તમારા ઇરાદાઓને લઇ જવા જોઇએ.