સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને નવા વર્ષની ભેટ: મોંઘવારી ભથ્થામાં પાંચ ટકાનો વધારો

ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ આ નિર્ણય સાથે રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને નવા વર્ષની ભેટ આપી છે. રાજ્ય સરકારે તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં પાંચ ટકાનો વધારો કર્યો છે. આ વધારો  પહેલી જુલાઈ 2019થી અમલમાં આવશે અને તેનું એરિયર્સ ત્રણ તબક્કામાં ચૂકવવામાં આવશે. આમ હવે કર્મચારીઓને 12 ટકાની જગ્યા 17 ટકા મોંઘવારી ભથ્થું મળશે.

આ ઉપરાંત રાજ્ય સરકારે ગોધરા, વેરાવળ, ખંભાળિયા, બોટાદ, મોરબીમાં નવી મેડિકલ કોલેજ બનાવવાનો નિર્ણય લીધો છે. તેની સાથે સાથે હયાત હોસ્પિટલોમાં પથારીઓ પણ વધારવામાં આવશે. હાલની હોસ્પિટલોને અપગ્રેડ કરી 300 બેડની હોસ્પિટલમાં કરવાની દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલાશે. જેની પાછળ  1200 કરોડનો ખર્ચ થશે.