ઇશાન ખટ્ટર અને અનન્યા પાંડેની ફિલ્મ ‘ખાલી-પીલી’નો ફર્સ્ટ લૂક જાહેર

ઇશાન ખટ્ટર અને અનન્યા પાંડેએ અલગ અલગ ફિલ્મો વડે પોતાનું બોલિવુડ ડેબ્યુ કર્યું હતું, ઇશાને જાહનવી કપૂર સાથેની ધડકથી તો અનન્યાએ ટાઇગર શ્રોફ સાથે સ્ટુ઼ડન્ટ ઓફ ધ યર 2થી હિન્દી સિનેમાના પડદે પદાર્પણ કર્યું હતું, બંનેનું પરફોર્મેન્સ તેમની ફિલ્મોમાં વખણાયું હતું. હવે આ બંને એકસાથે ફિલ્મ ખાલી-પીલીમાં દેખાશે. જ્યારથી આ ફિલ્મની જાહેરાત થઇ છે ત્યારથી તે ચર્ચામાં છે.

 

View this post on Instagram

 

#KhaaliPeeli 🚕💥

A post shared by Ishaan (@ishaankhatter) on

હવે ફિલ્મ ખાલી-પીલીનો ફર્સ્ટ લૂક જાહેર કરવામાં આવ્યો છે. ફિલ્મના એક સીનનો સ્ટીલ ફોટોગ્રાફ ફિલ્મ મેકર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેમાં ઇશાન ખટ્ટર એક ટેક્સ ડ્રાઇવર તરીકે જોવા મળે છે, જ્યારે અનન્યા પેસેન્જર તરીકે દેખાય છે. ફોટોમાં ઇશાન કૂલ અંદાજમાં જોવા મળે છે, તો અનન્યા થોડી પરેશાન લાગે છે. ઇશાને પણ ફિલ્મનો ફર્સ્ટ લૂક પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ ફિલ્મ ઇન્ટેન્સ રોમાન્ટિક ફિલ્મ હોવાનો સંકેત અગાઉ અનન્યા પાંડે આપી ચુકી છે.