ઠાકરે કેબિનટેનું વિસ્તરણ, અજીત પવાર બન્યા ડેપ્યુટી CM, આદિત્ય ઠાકરેની એન્ટ્રી, જાણો કોણ-કોણ બન્યા મંત્રી

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારના મંત્રીમંડળનું સોમવારે વિસ્તરણ કરવામાં આવ્યું. ઉદ્ધવ ઠાકરે રાજ્યના મુખ્ય પ્રધાન છે અને હવે તેમના પુત્ર આદિત્ય ઠાકરે કેબિનેટ પ્રધાન બન્યા છે. અજિત પવાર ફરી એકવાર રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન બન્યા છે, મહિનામાં બીજી વખત તેમણે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. આજે કુલ 36 મંત્રીઓએ મંત્રીમંડળના વિસ્તરણમાં શપથ લીધા હતા.

ભાજપના સ્વર્ગીય નેતા ગોપીનાથ મુંડેના ભત્રીજા ધનંજય મુંડએ પણ કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા હતા. આ ઉપરાંત દિલીપ વલસે પાટીલ, વિજય વડેટ્ટીવાર, અનિલ દેશમુખ અને હસન મુશ્નીફે શપથ લીધા હતા. આદિત્ય ઠાકરેની પાસે સીએમઓનો કાર્યભાર રહેશે. આદિત્યના ભવિષ્ય માટે તૈયાર કરવા આ ખાતું તેમની પાસે રાખવામાં આવ્યું છે. વિલાસરાવ દેશમુખના પુત્ર અમિત દેશમુખે મંત્રીપદના શપથ લીધા હતા.

ત્રણ પાર્ટીઓના કુલ 36 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. રાજ્યપાલ કોશ્યારી દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર વિધાન ભવનના પટાંગણમાં શપથ સમારંભ રાખવામાં આવ્યો હતો.

શપથ લેનારા મંત્રીઓ…

  • અજીત પવાર-NCP
  • આદિત્ય ઠાકરે-શિવસેના
  • ધનંજય મુંડે-NCP
  • અશોક ચૌહાણ-કોંગ્રેસ
  • દિલીપ વલસે પાટીલ-NCP
  • વિજય વડેટ્ટીવાર-કોંગ્રેસ
  • અનિલ દેશમુખ-NCP
  • હસન મુશ્નીફ-NCP
  • વર્ષા ગાયકવાડ-કોંગ્રેસ
  • રાજેન્દ્ર શિંગળે-NCP
  • નવાબ મલિક-NCP
  • સંજય રાઠોડ-શિવસેના
  • ગુલાબ રાવ પાટીલ-શિવસેના
  • અમિત વિલાસરાવ દેશમુખ-કોંગ્રેસ
  • દાદાજી મૂસે-શિવસેના
  • જીતેન્દ્ર આવ્હાડ-NCP
  • સંદીપન ભૂમરે-શિવસેના
  • બાલાસાહેબ પાટીલ-NCP
  • યશોમતિ ઠાકુર-કોંગ્રેસ
  • અનિલ પરબ-શિવસેના
  • ઉદય સામંત-શિવસેના
  • કેસી પાડવી-કોંગ્રેસ
  • શંકરરાવ ગડાક-અપક્ષ
  • અસલમ શેખ-કોંગ્રેસ
  • અબ્દુલ સત્તાર-NCP