દાનિશ કનેરીયા મામલે શોએબ અખ્તરનું 180ની સ્પીડે યૂ-ટર્ન, કર્યો આવો દોદળો ખુલાસો

થોડા સમય પહેલા પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તર, દાનિશ કનેરિયા અને મોહમ્મદ યુસુફ ન્યૂઝમાં છે. આ મામલો ‘રાવલપિંડી એક્સપ્રેસ’ તરીકે જાણીતા શોએબ અખ્તરના એક ટીવી પ્રોગ્રામ સાથે સંબંધિત છે, જેમાં તેણે કહ્યું હતું કે પાકિસ્તાની ટીમના કેટલાક ક્રિકેટરોએ દાનિશ કનેરિયા  હિંદુ હોવાને લઈ ભેદભાવ કર્યો હતો.

શોએબ અખ્તરનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે અને દાનિશ કનેરિયાએ નિવેદન કરીને શોએબ અખ્તરનો આભાર માન્યો. આ ઉપરાંત કનેરિયાએ પણ આ બાબતે રાજકીય રંગ ન આપવા અપીલ કરી હતી.

આ પછી મોહમ્મદ યુસુફે ટવિટ કરીને શોએબ અખ્તરની ટીકા કરી હતી. યુસુફે લખ્યું કે, ‘પાકિસ્તાન ટીમમાં લઘુમતી ખેલાડીઓ પ્રત્યેના ભેદભાવ અંગે કરવામાં આવેલી ટિપ્પણીની હું નિંદા કરું છું. હું ટીમનો સભ્ય રહ્યો છું. મને ટીમ, મેનેજમેન્ટ અને ચાહકો તરફથી ઘણો પ્રેમ અને સમર્થન મળ્યું છે.

ભારે હંગામો થયા બાદ શોએબ અખ્તર યૂ-ટયૂબ પર વીડિયો લોડ કરી કહ્યું, ‘હું જોવા માંગતો હતો કે લોકો કેવી પ્રતિક્રિયા આપે છે. જોકે, માશા અલ્લાહ, તમે મારા નિવેદન પર સારી એવી પ્રતિક્રિયા આપી અને ખોટા સમાચાર ફેલાવ્યા.

જૂઓ વીડિયો…

તેણે કહ્યું, ‘દાનિશ કનેરિયા મામલેમાં મેં જે કહ્યું તે’ ટીમ કલ્ચર ‘તરીકે કહ્યું નથી. આ અમારી ટીમની આચારસંહિતા નથી, પરંતુ એક કે બે ખેલાડીઓ, જેમણે આમ કર્યું છે. સમગ્ર વિશ્વમાં આવા એક કે બે ખેલાડીઓ છે જે વંશીય ટિપ્પણી કરે છે.

શોએબ અખ્તરે કહ્યું, ‘હું સમાજ સાથે જોડાયેલું છું. મેં અનુભવ્યું છે અને એટલે જ આવા મામલાને સખ્તાઈથી દબાવી દેવાની જરૂર છે. જે ખેલાડીઓ આવું કરતાં હતા તેમની સાથે કડકાઈથી વર્ત્યો અને બીજી વાત કરી છે તો ટીમમાંથી બહાર ઉઠાવીને ફેંકી દઈશ.

તેણે કહ્યું, ‘આ અમારું કલ્ચર નથી. આને સાબિત કરવા માટે મારો એક બીજો મિત્ર પણ ત્યાં બેઠો હતો. તેણે કહ્યું કે શોએબ એકદમ સાચો કહી રહ્યો છે અને તમારે આવું કામ બિલકુલ ન કરવું જોઈએ.