દબંગ-3 બાદ વિલનના રોલથી દુર ભાગી રહ્યો છે કિચ્ચા સુદીપ, આ ફિલ્મને કરી દીધી રિજેક્ટ

અભિનેતા કિચ્ચા સુદિપે તાજેતરની સલમાન ખાનની ફિલ્મ દબંગ-3માં વિલનની ભૂમિકા નિભાવી છે. આ ફિલ્મમાં સુદીપ બાલીની ભૂમિકામાં હતો, જેના કારણે ચૂલબુલ પાંડેની જિંદગી બદલાઈ ગઈ હતી. હવે એવા અહેવાલ છે કે સુદીપે તમિલ ફિલ્મ મનાડુમાં વિલનના પાત્રને ભજવવાની ના પાડી દીધી છે.

ટવિટર પર ફેન્સને જવાબ આપતાં સુદીપે આ વાતનો ખુલાસો કર્યો છે. ફેને ટવિટ કર્યું હતું કે સુદીપને મનડુમાં વિલન તરીકે સાઇન કરવામાં આવ્યો છે. તેના પર સુદીપે સ્પષ્ટતા કરીને જવાબ આપ્યો કે આ સમાચાર ખોટા છે.

તમને જણાવી દઈએ કે મનડુ એક રાજકીય થ્રિલર ફિલ્મ છે, જેમાં અભિનેતા સિમ્બુ અને દિગ્દર્શક વેંકટ પ્રભુ સાથે સુદીપ કામ કરવા જઇ રહ્યો છે. ગયા વર્ષે આ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી અને ફેન્સ તેનાથી ખૂબ ખુશ હતા. જોકે, બાદમાં આ ફિલ્મ બંધ કરી દેવામાં આવી હતી કારણ કે સિમ્બુના નિર્માતા સુરેશ કામચી સાથે ઝઘડો થયો હતો. હવે આ ફિલ્મ ફરી શરૂ થઈ છે. અપેક્ષા છે કે આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થશે.

દબંગ-3માં કીચ્ચા સુદિપે વિલન બાલીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મની ચર્ચાઓ દરેક જગ્યાએ કરવામાં આવી હતી, પરંતુ રિલીઝ થયા પછી ફિલ્મને ખાસ રિવ્યુ મળ્યા નથી.

આ સિવાય ફિલ્મની કમાણી અને અક્ષય કુમારની ફિલ્મ ગૂડ ન્યૂઝની અસર દબંગ-3 પર પડી છે. આવી સ્થિતિમાં સુદીપ ફરી ખલનાયકની ભૂમિકા નિભાવવામાં સંકોચ અનુભવી શકે છે, એ સ્વભાવિક છે. કીચ્ચા સુદીપ સાઉથ ઇન્ડસ્ટ્રીની મોટા અભિનેતા છે. તેમની ફિલ્મ પૈલવાન ખૂબ જ સફળ રહી.