CAA: સ્ટેજ પર જ કેરળના રાજ્યપાલ આરીફ મહોમ્મદ ખાન સાથે ઈતિહાસકાર ઈરફાન હબીબ આથડી પડ્યા, જાણો વધુ

કેરળની કન્નુર યુનિવર્સિટીમાં આયોજિત ઈન્ડિયન હિસ્ટ્રી કોંગ્રેસના સ્ટેજ પર ઇતિહાસકાર ઇરફાન હબીબ રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન સાથે આથડી પડ્યા હતા. તેમણે રાજ્યપાલ ઉપર ગુસ્સો વ્યક્ત કર્યો. એવો આરોપ છે કે ઇરફાને રાજ્યપાલની સુરક્ષા હેઠળ તૈનાત કર્મચારીઓને પણ ધક્કો માર્યો હતો. કેરળના રાજ્યપાલના સત્તાવાર ટવિટર હેન્ડલે પણ ઇરફાન હબીબનો ફોટો જાહેર કર્યો છે. ઈરફાન હબીબ સ્ટેજ પર સુરક્ષા જવાનો સાથે પણ ઘર્ષણમાં ઉતર્યા હતા.

કેરળના રાજ્યપાલના સત્તાવાર ટવિટર હેન્ડલના ટવિટમાં કહેવામાં આવ્યું છે કે, “ઇરફાન હબીબે રાજ્યપાલના ઉદ્ઘાટન સંબોધનને વિક્ષેપિત કરવાનો પ્રયાસ કર્યો. મૌલાના અબુલ કલામ આઝાદને ટાંકીને તેમણે રાજ્યપાલને કહ્યું કે તેમણે ગોડસેને કોડ કરવો જોઈએ.” રાજ્યપાલના એડીસી અને સુરક્ષા કર્મચારીઓને પણ ધક્કો માર્યો.”

હકીકતમાં જ્યારે રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન ભારતીય ઇતિહાસ કોંગ્રેસના 80મા અધિવેશનનું ઉદ્ઘાટન કરી રહ્યા હતા, ત્યારે તેમણે નાગરિકતા સુધારણા અધિનિયમ(CAA) વિશે બોલવાનું શરૂ કર્યું, જેનો કેટલાક લોકોએ વિરોધ કર્યો હતો. આ દરમિયાન ઇતિહાસકાર ઇરફાન હબીબ સ્ટેજ ઉપર ચઢી ગયા.

રાજ્યપાલે કહ્યું કે વિરોધ કરવાનો દરેકને અધિકાર છે, પરંતુ મને ચૂપ કરી શકતા નથી. જ્યારે તમે ચર્ચાના દરવાજા બંધ કરો છો, ત્યારે તમે હિંસાને પ્રોત્સાહન આપો છો.” રાજ્યપાલે એમ પણ કહ્યું હતું કે તેઓ આ મુદ્દે બોલવાના નથી, પરંતુ જ્યારે અગાઉના વક્તાઓએ CAA પર બોલવાનું શરૂ કર્યું, ત્યારે તેમને પણ લાગ્યું કે પ્રશ્નોના જવાબ આપવો જોઈએ.